Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Car falls into yard after tire bursts

VIDEO : ટાયર ફાટતાં કાર ઘરના આંગણે પડી, આ ભયાનક અકસ્માત સીસીટીવીમાં કેદ

Timeછેલ્લું અપડેટ : 06 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : x.com : @motordave2

નવા વર્ષના પહેલા જ દિવસે કર્ણાટકના મેંગલુરુમાં એક એવી ઘટના બની જે સાંભળીને તમારા હૃદયના ધબકારા બધી જશે. રસ્તા પર ચાલતી વેગનઆર કાર અચાનક કાબુ ગુમાવી બેઠી અને સીધી એક ઘરના આંગણામાં ઘુસી. આ ભયાનક અકસ્માતના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેનાથી નેટીઝન્સ સ્તબ્ધ થઈ ગયા છે.

App Store

વાયરલ સીસીટીવી ફૂટેજ મુજબ, આ ઘટના મેંગલુરુના મારકાડા વિસ્તારમાં 1 જાન્યુઆરીના રોજ બપોરે 3:51 વાગ્યે બની હતી. કાર નિરુડેથી બોંડેલ તરફ સામાન્ય ગતિએ જઈ રહી હતી ત્યારે અચાનક ટાયર ફાટ્યું. ત્યારબાદ જે બન્યું તે કોઈ ફિલ્મના દૃશ્યથી ઓછું નહોતું.

ટાયર ફાટ્યા પછી વેગનઆરના ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો, જેના કારણે તે રસ્તો છોડીને એક ઘરના આંગણે જઈને પડી. સીસીટીવીમાં કેદ થયેલ આ ભયાનક દૃશ્યમાં કાર પલટી ખાઈને એક તરફ નમતી જોવા મળે છે. કાર પડતા પહેલા હવામાં હલતી જોઈ શકાય છે.