VIDEO : ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર ગરબા રમતા જોવા મળ્યા ખેલૈયાઓ
સોર્સ : x.com : Akanksha Parmar
હાલ આદ્યશક્તિના નવલા નોરતા ચાલી રહ્યા છે, આ દરમિયાન મા અંબાના ભક્તો ગરબે રમીને માતાજીને આરાધના કરે છે, ત્યારે વિદેશમાં પણ જગદંબાના ભક્તોએ ગરબે રમીને માતાજીને પ્રસન્ન કર્યા છે. હાલ સોશિયલ મીડિયો એક વિડિયો પર વિડિયો વાયરલ થઈ રહ્યાં છે, જેમાં ગરબા પ્રેમીએ ગરબે રમી રહ્યા છે. આ વિડિયો ન્યૂયોર્કના ટાઇમ્સસ્કવેર હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જ્યાં ખેલૈયાઓ ગરબા રમતા જોવા મળ્યા છે.

