Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Warmed up the roller on the footballer, video viral of chaos on the field

VIDEO: વોર્મ અપ કરતા ફૂટબોલર પર રોલર ચઢાવી દીધું, મેદાનમાં અફરાતફરીનો VIDEO વાઈરલ

Timeછેલ્લું અપડેટ : 21 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઈંગ્લેન્ડના પૂર્વ આંતરરાષ્ટ્રીય ફૂટબોલર એન્ડ્રોસ ટાઉનસેન્ડ થાઈ લીગના એક મુકાબલા પહેલાં અત્યંત વિચિત્ર અને જોખમી અકસ્માતનો ભોગ બન્યા છે. પટ્ટાની સામેની મેચ પહેલાં વોર્મ-અપ કરી રહેલા 35 વર્ષીય ટાઉનસેન્ડ પર અચાનક ભારે પિચ રોલર ચડી ગયું હતું અને વાહન તેમના પગ તેમજ કમરના ભાગ પરથી પસાર થઈ ગયું હતું. આ ભયાનક ઘટના સમયે મેદાન પર થોડીવાર માટે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આટલા મોટા અકસ્માત છતાં તેમને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે ટાઉનસેન્ડ હવામાં બેકહીલ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તે જ સમયે પિચ રોલર તેમના માર્ગમાં આવી ગયું હતું. દુર્ઘટના પાછળનું મુખ્ય કારણ એ સામે આવ્યું કે રોલરનો ડ્રાઈવર તે સમયે બીજી તરફ જોઈ રહ્યો હતો, જેથી તે ખેલાડીને જોઈ શક્યો નહીં. રોલર શરીર પરથી પસાર થતાં જ ટાઉનસેન્ડની ચીસ સંભળાઈ હતી અને આસપાસ ઉભેલા અન્ય ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.

App Store