IPL 2024 : કોહલીએ વધુ એક ફિફ્ટી ફટકારી, અંતિમ ઓવરોમાં કાર્તિકની તાબડતોબ બેટિંગ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)2024ની સિઝનમાં શુક્રવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મુકાબલો ખેલાઈ રહ્યો છે. જેમાં કોલકાતાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેંગલુરુએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 182 રન બનાવ્યા છે. પરિણામે કોલકાતાને મેચ જીતવા 183 રનનો ટાર્ગેટ આપ્યો છે.
કાર્તિકે માત્ર 8 બોલમાં 3 સિક્સ ફટકારીને 20 રન બનાવ્યા
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની શરૂઆત ખરાબ રહી હતી. કેમ કે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ 8 રન બનાવીને હર્ષિત રાણાનો શિકાર બન્યો હતો. જોકે, અંતિમ ઓવરોમાં દિનેશ કાર્તિકે તાબડતોબ બેટિંગ કરી હતી. કાર્તિકે માત્ર 8 બોલમાં 3 સિક્સ ફટકારીને 20 રન બનાવ્યા હતા.
કોહલીએ આઈપીએલના કરિયરની 52મી ફિફ્ટી ફટકારી
વિરાટ કોહલીએ આઈપીએલના કરિયરની 52મી ફિફ્ટી ફટકારી છે. 59 બોલમાં 4 સિક્સ અને 4 ફોરની મદદથી 83 રન બનાવ્યા હતા. જ્યારે કેમરૂન ગ્રીન 33 અને ગ્લેન મેક્સવેલે 28 રન બનાવીને આઉટ થયા હતા.
બંને ટીમની પ્લેઇંગ ઈલેવન
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ : ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરૂન ગ્રીન, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અનુજ રાવત, અલ્ઝારી જોસેફ, મયંક ડાગર, યશ દયાલ અને મોહમ્મદ સિરાજ.
કોલકાતા નાઈટ રાઈડર્સ: વેંકટેશ ઐયર, ફિલ સોલ્ટ, શ્રેયસ અય્યર (કેપ્ટન), રિંકુ સિંહ, હર્ષિત રાણા, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિચેલ સ્ટાર્ક, અનુકુલ રોય અને વરુણ ચક્રવર્તી.

