Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : VIDEO/ Yashasvi and Shefali booked for ‘missed test’ for not appearing for dope test

VIDEO/ ડોપ ટેસ્ટ માટે હાજર ન રહેતા યશસ્વી અને શેફાલી સામે ‘મિસ્ડ ટેસ્ટ’ નોંધાયો

Timeછેલ્લું અપડેટ : 10 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભારતીય ક્રિકેટ જગતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જેમાં સ્ટાર બેટર યશસ્વી જયસ્વાલ અને મહિલા ક્રિકેટર શેફાલી વર્મા મુશ્કેલીમાં મુકાયા છે.. રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી નાડાએ આ બંને ખેલાડીઓને નોટિસ ફટકારી છે. બંને ખેલાડીઓને એન્ટી-ડોપિંગ નિયમોના ઉલ્લંઘન બદલ ચર્ચામાં છે. રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી  દ્વારા બંને ખેલાડીઓને વેરઅબાઉટ્સ ફેઈલ્યોર નિયમ હેઠળ નોટિસ આપવામાં આવી છે. આ નિયમ મુજબ, જે ખેલાડીઓ રજિસ્ટર્ડ ટેસ્ટિંગ પૂલમાં સામેલ હોય, તેમણે એજન્સીને અગાઉથી જાણ કરવાની હોય છે કે તેઓ કયા સમયે અને કઈ જગ્યાએ ડોપ ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે. અહેવાલો અનુસાર, યશસ્વી જાયસ્વાલનો ડોપ ટેસ્ટ 17 ડિસેમ્બરે અને શેફાલી વર્માનો ટેસ્ટ 7 નવેમ્બરે નિર્ધારિત હતો. જોકે, જ્યારે ડોપિંગ કંટ્રોલ ઓફિસર નિર્ધારિત સ્થળ પર પહોંચ્યા ત્યારે બંને ખેલાડીઓ ત્યાં હાજર નહતા. આ ઘટના બાદ NADAએ ફેબ્રુઆરીમાં બંનેને સ્પષ્ટીકરણ નોટિસ મોકલી હતી, પરંતુ ખેલાડીઓ તરફથી કોઈ જવાબ ન મળતા એજન્સીએ તેમના નામે પ્રથમ મિસ્ડ ટેસ્ટ નોંધ્યો છે.

App Store