Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Vaibhav Suryavanshi will get a chance There will be a big change in Team India

IND vs IRE / વૈભવ સૂર્યવંશીને તક મળશે, આ ખેલાડીનું પત્તું કપાશે; ટીમ ઈન્ડિયામાં થશે મોટા ફેરફાર!

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
IND vs IRE / વૈભવ સૂર્યવંશીને તક મળશે, આ ખેલાડીનું પત્તું કપાશે; ટીમ ઈન્ડિયામાં થશે મોટા ફેરફાર!
સોર્સ : gstv

નવા કેપ્ટન શ્રેયસ અય્યર નેતૃત્વમાં T20 વર્લ્ડ કપ 2026 પછી પહેલી વાર રમી રહેલી ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ સામે હારી ગઈ. શુક્રવારે બેલફાસ્ટમાં રમાયેલી પહેલી T20 મેચમાં આયર્લેન્ડે ભારતને 34 રનથી હરાવ્યું. બધાને આશા હતી કે વૈભવ સૂર્યવંશી આ મેચમાં રમશે, પરંતુ તે ન રમ્યો. હવે બધાની નજર બીજી મેચની પ્લેઇંઈંગ ઈલેવન પર છે.

App Store

ભારતે પોતાનું ઓપનિંગ કોમ્બિનેશન નથી બદલ્યું. ટીમ ઈન્ડિયા અભિષેક શર્મા અને સંજુ સેમસનની ઓપનિંગ જોડી સાથે ગઈ હતી અને વૈભવને બેન્ચ પર બેસવું પડ્યું હતું. જોકે, હાર બાદ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થવાની શક્યતા છે.

વૈભવ કોનું સ્થાન લેશે?

આયર્લેન્ડ સામેની બીજી T20 મેચ રવિવારે રમાનારી છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં વૈભવને તક આપી શકે છે. પણ પ્રશ્ન એ છે કે તે કોનું સ્થાન લેશે? અભિષેક કે સંજુમાંથી કોઈ એકે તેના માટે જગ્યા છોડવી પડશે. અભિષેકને બહાર બેસવું પડશે તેવી શક્યતા ખૂબ જ છે, અને વૈભવ તેનું સ્થાન લેશે. રાઈટી-લેફટી બેટ્સમેનનું કોમ્બીનેશન જાળવી રાખવું આનું એક કારણ હોઈ શકે છે. વૈભવ અને અભિષેક બંને લેફટી બેટ્સમેન છે, જ્યારે સંજુ રાઈટી છે.

બોલિંગના મોરચે, પ્રિન્સ યાદવને T20 ડેબ્યુ કરવાની તક મળી શકે છે. પ્રિન્સે અફઘાનિસ્તાન સામે ODI ડેબ્યુ કર્યું હતું અને IPLમાં સારો પ્રભાવ પાડ્યો છે. આ રાઈટ આર્મ ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાનું સ્થાન લઈ શકે છે, જે પહેલી T20Iમાં ખૂબ મોંઘો સાબિત થયો હતો. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની મોટી સિરીઝ પહેલા તેના મોટાભાગના બેન્ચ ખેલાડીઓને સારી રીતે સમજવા માટે પણ આ બે ફેરફારો કરી શકે છે.

કેપ્ટન ઐયર પર નજર

બધાની નજર અય્યર પર પણ છે, જે સીધો કેપ્ટન તરીકે ભારતની T20 ટીમમાં પાછો ફર્યો છે. IPL અને સ્થાનિક ક્રિકેટમાં બેટિંગ અને કેપ્ટનશિપ બંનેથી પ્રભાવ પાડનાર અય્યર આયર્લેન્ડ સામેની શરૂઆતની મેચમાં નિષ્ફળ ગયો. તેની બેટિંગ કે કેપ્ટનશિપ કામ ન કરી શકી. તેની કેપ્ટનશિપ હેઠળ જ ભારતને પહેલીવાર T20Iમાં આયર્લેન્ડ સામે હારનો અનુભવ થયો.

અય્યર નહીં ઈચ્છે કે ભારત તેની કેપ્ટનશિપની શરૂઆતમાં આયર્લેન્ડ સામે સિરીઝ હારનો સામનો કરે. આવી સ્થિતિમાં માટે તેણે બેટથી પણ પોતાની ક્ષમતા સાબિત કરવી પડશે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઇલેવન

શ્રેયસ અય્યર (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન, ઈશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ.