IPL 2024ની ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાશે, આ અભિનેતાઓ કરશે પરફોર્મ

વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ પૈકી એક ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનનો આગાઝ 22 માર્ચથી થવાનો છે. ત્યારે આ મેચ પૂર્વે ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાશે. ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડના ટોચના સિંગરો અને અભિનેતાઓ પરફોર્મ કરશે. જેના પગલે ક્રિકેટ ફેન્સ મેદાનમાં ડબલ આનંદ માણી શકશે.
ઓપનિંગ સેરેમનીમાં અક્ષય કુમાર પરફોર્મ કરશે
IPL ઓપનિંગ સેરેમનીની બોલિવૂડના અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પોતાના દમદાર પ્રદર્શન કરીને દર્શકોને મંત્રમુગ્ધ કરશે. આ સિવાય AR રહેમાન, સોનુ નિગમ જેવા ટોચના સિંગર્સ પરફોર્મ કરશે.
તમને જણાવી દઈએ કે, આઈપીએલની ઓપનિંગ સેરેમની સાંજે 6:30 વાગ્યે શરૂ થશે. ઓપનિંગ સેરેમની પૂર્ણ થયા બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ઓપનિંગ મુકાબલો 8 વાગ્યે ખેલાશે. Jio સિનેમા પર IPL 2024 ની ઓપનિંગ સેરેમની સહિત તમામ IPL મેચોને મફતમાં જોઈ શકાશે.

