IPL 2024ની ફાઇનલ ચેન્નાઇમાં રમાશે, અમદાવાદમાં બે નોકઆઉટ મેચ રમાશે

IPL 2024ની ફાઇનલ મેચ 26 મેએ ચેન્નાઇના ચેપોક સ્ટેડિયમમાં રમાશે જ્યારે અમદાવાદમાં બે નોકઆઉટ મેચ રમાશે. આ વાત BCCIના સૂત્રો પાસેથી જાણવા મળે છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સૂત્રો અનુસાર IPLની ફાઇનલ 26 મેએ ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક ક્વોલિફાયર અને એક એલિમિનેટર રમાશે. જ્યારે બીજી ક્વોલિફાયર મેચ ચેન્નાઇમાં રમાશે.
બીસીસીઆઇના એક સીનિયર અધિકારીએ ન્યૂઝ એજન્સીને કહ્યું, “IPL સંચાલન પરિષદે ગત વર્ષે ચેમ્પિયન (ચેન્નાઇ સુપર કિંગ્સ)ના ઘરેલુ મેદાન પર શરૂઆતની મેચ અને ફાઇનલ આયોજિત કરવાની પરંપરાનું પાલન કર્યું છે.”
BCCIએ લોકસભા ચૂંટણીની તારીખને ધ્યાનમાં રાખતા IPLની બાકી રહેલી મેચના કાર્યક્રમને અંતિમ રૂપ આપી દીધુ છે અને જલ્દી તેને જાહેર કરવામાં આવશે.
7 એપ્રિલ સુધીનો કાર્યક્રમ કરાયો છે જાહેર
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા IPL 2024નો 7 એપ્રિલ સુધીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. IPL 2024નો પ્રારંભ 24 માર્ચથી થઇ ગયો છે.

