VIDEO: ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી, બુમરાહ બાદ સ્ટાર ઓપનર પણ 'અનફિટ'
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના અંતર્ગત રમાનારી આગામી શ્રીલંકા સામેની 2 મેચોની ટેસ્ટ સીરિઝ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમની ચિંતાઓ અને મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ઈજાના કારણે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયા બાદ હવે વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના આશાસ્પદ ડાબોડી બેટર સાઈ સુદર્શન હજુ પણ સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યો નથી. આના કારણે 4 ઓગસ્ટે શ્રીલંકા રવાના થઈ રહેલી ભારતીય ટીમની ફ્લાઈટમાં તે સામેલ થશે કે નહીં, તેને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. જ્યારે BCCI દ્વારા શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે સાઈ સુદર્શનનું નામ ટીમમાં રાખવામાં આવ્યું હતું, પરંતુ બોર્ડે સ્પષ્ટ કર્યું હતું કે તેનું સિલેક્શન ફિટનેસ ક્લિયરન્સને આધીન રહેશે.

