મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

કેવી રીતે થશે ટીમ ઈન્ડિયાનું સિલેકશન? ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવ પાસે નહીં હોય આ અધિકાર

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાનું સિલેકશન મુંબઈમાં કરવામાં આવશે. UAEમાં આ ટુર્નામેન્ટમાં કયા ખેલાડીઓને રમવાની તક મળશે

કેવી રીતે થશે ટીમ ઈન્ડિયાનું સિલેકશન? ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવ પાસે નહીં હોય આ અધિકાર

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાનું સિલેકશન મુંબઈમાં કરવામાં આવશે. UAEમાં આ ટુર્નામેન્ટમાં કયા ખેલાડીઓને રમવાની તક મળશે તે એક મોટો પ્રશ્ન છે. ઘણા મોટા નામો એશિયા કપ ટીમમાંથી બહાર હોઈ શકે છે. શુભમન ગિલની પસંદગી પણ મુશ્કેલ લાગે છે. શું શ્રેયસ અય્યરને ટીમમાં સ્થાન મળશે તે પણ એક મોટો પ્રશ્ન છે. મીટિંગ પહેલા, ચાલો તમને જણાવીએ કે ટીમ ઈન્ડિયાનું સિલેકશન કેવી રીતે થાય છે? કેટલા લોકો મળીને ખેલાડીઓને પસંદ કરે છે? કોનો મત ખેલાડીનું ભાવિ નક્કી કરે છે?

સિલેકશન કમિટીની મીટિંગમાં કોણ હાજરી આપે છે?

સિલેકશન કમિટીના પાંચ સભ્યો ભારતીય ક્રિકેટ ટીમની સિલેકશન કમિટીની મીટિંગમાં હાજરી આપે છે. જેને વિવિધ ઝોનમાંથી પસંદ કરવામાં આવે છે. હાલમાં અજિત અગરકર સિલેકશન કમિટીના હેડ છે જે આ મીટિંગનું નેતૃત્વ કરે છે.

કેપ્ટન પણ સિલેકશન કમિટીની મીટિંગમાં હાજરી આપે છે. મતલબ કે સૂર્યકુમાર યાદવ એશિયા કપની સિલેકશન મીટિંગમાં હાજરી આપશે જેથી તે પોતાનો અભિપ્રાય આપી શકે. જોકે, સૂર્યકુમાર યાદવ પાસે મતદાનનો અધિકાર નથી. તે ઈચ્છે તો પણ કોઈ ખેલાડીને સિલેક્ટ નથી કરી શકતો, પરંતુ તેની સલાહને ચોક્કસપણે પ્રાથમિકતા આપવામાં આવે છે. હેસ કોચ પણ સિલેકશન કમિટીની મીટિંગમાં હાજરી આપે છે. હાલમાં, હેડ કોચ ગૌતમ ગંભીર છે અને તે પોતાનો અભિપ્રાય આપવા માટે મીટિંગમાં હાજરી આપી શકે છે પરંતુ હેડ કોચ પાસે પણ મતદાનનો અધિકાર નથી.

BCCI અધિકારી પણ સામેલ થશે

BCCI અધિકારી પણ સિલેકશન કમિટીની મીટિંગમાં હાજરી આપે છે. સામાન્ય રીતે BCCI સેક્રેટરી આ મીટિંગમાં હાજર હોય છે. અથવા કોઈ અન્ય કન્વીનર મીટિંગનું સંચાલન કરવા માટે હાજર રહી શકે છે. આ બધું BCCIના બંધારણ મુજબ થાય છે. જો જરૂરી હોય, અથવા ચોક્કસ સંજોગોમાં, નિષ્ણાતો અથવા વિશેષ સલાહકારો પણ મીટિંગમાં હાજર રહી શકે છે.

આ સમાચાર શેર કરો