VIDEO: અફઘાનિસ્તાન સામેની ટી-20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર
સોર્સ : gstv
સપ્ટેમ્બરથી અફઘાનિસ્તાન સામે રમાનારી T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. ટીમમાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે. તો બીજી તરફ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફિટ ન હોવાના કારણે આ ટીમનો હિસ્સો નથી. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે દિલ્હીમાં ત્રણ મેચની T20 શ્રેણી રમાશે, જેની યજમાની અફઘાનિસ્તાન કરશે. ટીમમાં કેપ્ટન શ્રેયસ અય્યર, અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન, ઈશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાનો સમાવેશ કરાયો છે.

