VIDEO: શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયાની મજબૂત શરૂઆત, પડ્ડિકલની રેકોર્ડબ્રેક સદી
ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં મજબૂત શરૂઆત કરી છે. પ્રથમ દિવસે ટીમ ઈન્ડિયાએ 2 વિકેટ પર 288 રન બનાવ્યાં...પડ્ડીકલ 131 રન અને પંત 27 રન બનાવી રમતમાં છે..જ્યારે લોકેશ રાહુલ 77 રને રિયાર્ડ હર્ટ થયો... દેવદત્ત પડિકલે યશસ્વી જયસ્વાલની વિકેટ પડ્યા બાદ નંબર-૩ પર બેટિંગ કરવા ઉતરેલા પડિકલે 9 ચોગ્ગા અને 1 ગગનચુંબી છગ્ગાની મદદથી ટેસ્ટ કરિયરની પ્રથમ સદી ફટકારી. કરિયરની માત્ર ત્રીજી જ ટેસ્ટમાં પડ્ડિકલે સદી ફટકારવાની સાથેસાથે ત્રણ મોટા રેકોર્ડ્સ પણ પોતાના નામે કરી લીધા છે. દેવદત્ત પડિકલ 21મી સદીમાં ભારત માટે નંબર-3 પર ટેસ્ટ સદી ફટકારનાર માત્ર બીજા જ લેફ્ટી બેટર બન્યો છે. અગાઉ આ સિદ્ધિ પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ વર્ષ 2002માં ઝિમ્બાબ્વે સામે દિલ્હી ટેસ્ટમાં 136 રનની ઇનિંગ રમીને મેળવી હતી. આ રીતે 24 વર્ષના લાંબા અંતરાલ બાદ કોઈ ભારતીય ડાબોડી બેટ્સમેને આ મુકામ હાંસલ કર્યો છે.

