Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Steve Smith retires from ODIs

ભારત સામે સેમીફાઇનલમાં હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, સ્મિથે ODIમાંથી લીધો સંન્યાસ

Timeછેલ્લું અપડેટ : 05 Mar 2025
લાઇવ ટીવીGoogle News
ભારત સામે સેમીફાઇનલમાં હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, સ્મિથે ODIમાંથી લીધો સંન્યાસ

ભારત સામે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમી ફાઇનલ મેચમાં હાર બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે વન ડેમાંથી સંન્યાસ લઇ લીધો છે. સ્ટીવ સ્મિથ ટેસ્ટ અને ટી-20 મેચમાં રમતો રહેશે.

App Store

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અનુસાર, સ્મિથ ટેસ્ટ અને ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સિલેક્શન માટે ઉપલબ્ધ રહેશે. સ્ટીવ સ્મિથની ઇચ્છા લોસ એન્જલસમાં 2028 ઓલિમ્પિકમાં રમવાની છે. દુબઇમાં ચેમ્પિયન્સ ટ્રોફી સેમીફાઇનલ મેચમાં ભારત સામે હાર બાદ સ્ટીવ સ્મિથે પોતાના નિર્ણયને ટીમના સાથી ખેલાડીઓને જણાવ્યો હતો અને કહ્યું કે એવું લાગે છે કે હવે આ રમત છોડવાનો યોગ્ય સમય છે.

સ્મિથે શું કહ્યું?

સ્મિથે એક પ્રેસ રિલીઝમાં કહ્યું, આ એક શાનદાર સફર રહી છે અને મે તેની દરેક મિનિટનો આનંદ લીધો છે. ઘણી સારી ક્ષણ અને યાદજો રહી છે. બે વર્લ્ડકપ જીતવું એક શાનદાર સિદ્ધિ હતી, સાથે જ કેટલાક શાનદાર સાથીઓએ આ યાત્રાને શેર કરી છે. હવે લોકો માટે 2027 વન ડે વર્લ્ડકપની તૈયારી શરૂ કરવાની સારી તક છે, માટે એવું લાગે છે કે આ રમત છોડવાનો યોગ્ય સમય છે. ટેસ્ટ ક્રિકેટ હજુ પણ પ્રાથમિકતા છે અને મે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ, વેસ્ટ ઇન્ડીઝ અને પછી ઘરઆંગણે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમવાને લઇને ઉત્સાહિત છું. 

સ્ટીવ સ્મિથની ODI કરિયર

સ્ટીવ સ્મિથે 19 ફેબ્રુઆરી 2010માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ વન ડેમાં ડેબ્યૂ કર્યું હતું.
સ્ટીવ સ્મિથે ઓસ્ટ્રેલિયા માટે 169 વન ડે મેચ રમી છે. તે આ મેચની 153 ઇનિંગમાં કૂલ 5727 રન બનાવવામાં સફળ રહ્યો છે, તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 164 છે. સ્ટીવ સ્મિથે 12 સદી અને 34 અડધી સદી ફટકારી છે.