Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : SRH vs Mi Hyderabad scored the highest score in IPL history

SRH vs Mi : હૈદરાબાદે IPLના ઇતિહાસનો સૌથી હાઈએસ્ટ સ્કોર બનાવ્યો, મુંબઈના બોલરોને ધોઈ નાખ્યા

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2024
લાઇવ ટીવીGoogle News
SRH vs Mi : હૈદરાબાદે IPLના ઇતિહાસનો સૌથી હાઈએસ્ટ સ્કોર બનાવ્યો, મુંબઈના બોલરોને ધોઈ નાખ્યા

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)-2024માં બુધવારે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મુકાબલો ખેલાઈ રહ્યો છે. જેમાં મુંબઈએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદ 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 275થી વધુ રન બનાવ્યા છે. જેના પગલે હૈદરાબાદે આઈપીએલના ઈતિહાસમાં સૌથી હાઈએસ્ટ સ્કોર બનાવ્યો છે. નોંધનીય છે કે, અગાઉ આ રેકોર્ડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નામે હતો. જેણે 2013માં પુણે વોરિયર્સ સામે 263 રન બનાવ્યા હતા.

App Store

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદે આક્રમક શરૂઆત કરી હતી.  મયંક અગ્રવાલ અને ટ્રેવિસ હેડે પ્રથમ વિકેટ માટે 45 રનની ભાગીદારી કરી હતી. હાર્દિકે અગ્રવાલને આઉટ કરીને ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. 

અભિષેક શર્માએ 16 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી 

જોકે, બાદમાં ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ તાબડતોબ બેટિંગ કરીને બીજી વિકેટ માટે માત્ર 23 બોલમાં 68 રનની ભાગીદારી કરી હતી. ટ્રેવિસ હેડે 18 બોલમાં અડધી સદી ફટકારી હતી.  જ્યારે ગણતરીના મિનિટોમાં જ અભિષેક શર્મા ટ્રેવિસ હેડના રેકોર્ડબ્રેક કરીને માત્ર 16 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. આમ સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી સૌથી ફાસ્ટેસ્ટ અડધી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. 

અભિષેક શર્માએ 23 બોલમાં 7 સિક્સ અને 3 ફોરની મદદથી 63 રન બનાવ્યા હતા. જ્યારે ટ્રેવિસ હેડ 24 બોલમાં 3 છગ્ગા અને 9 ચોગ્ગાની મદદથી 62 રન બનાવીને ગેરાલ્ડ કોત્ઝીનો શિકાર બન્યો હતો.  

હેડ અને અભિષેક શર્મા બાદ માર્કરમ, હેનરિક ક્લાસેને પણ વિસ્ફોટ ઈનિંગ રમી હતી. ક્લાસેને 23 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આમ સનરાઈઝર્સ હૈદરાબાદના બેટરોએ મુંબઈના બોલરોને ધોઈ નાખ્યા હતા. 

બંને ટીમની પ્લેઇંગ- ઈલેવન

મુંબઈ ઈન્ડિયન્સ: ઈશાન કિશન (વિકેટકીપર), રોહિત શર્મા, નમન ધીર, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટિમ ડેવિડ, ગેરાલ્ડ કોત્ઝી, શમ્સ મુલાની, પીયૂષ ચાવલા, જસપ્રીત બુમરાહ અને ક્વેના મફાકા.

સનરાઇઝર્સ હૈદરાબાદ: ટ્રેવિસ હેડ, મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમાદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે અને જયદેવ ઉનડકટ.