VIDEO: વિરાટ કોહલીના નિવેદનથી ક્રિકેટ ફેન્સને આંચકો, કહ્યું કે વિશ્વકપમાં પૂરો જીવ રેડી દઈશ
સોર્સ : gstv
વિરાટ કોહલીના ચાહકો માટે આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. કોહલીએ પોતે જ જાહેરાત કરી દીધી છે કે 2027 વનડે વર્લ્ડ કપ તેમની છેલ્લી વિશ્વ કપ ટૂર્નામેન્ટ હશે. વિરાટ 2011 વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયાનો ભાગ રહ્યા હતા, તેમનું કહેવું છે કે 2027માં પોતાના છેલ્લા વર્લ્ડ કપમાં તેઓ લોહી-પરસેવો એક કરી દેશે. આગામી વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની યજમાનીમાં રમાશે. મોટાભાગના મુકાબલા દક્ષિણ આફ્રિકામાં રમાશે. કોહલીએ આ અંગે વાત કરતાં કહ્યું કે 50-ઓવર ફોર્મેટ પોતાની રીતે એક અલગ જ પડકાર રજૂ કરે છે. આ એક જ દિવસમાં અઢી ટી20 મેચ રમવા સમાન હોય છે અને આખી ટૂર્નામેન્ટમાં આવા જ 10 મુકાબલા રમવા ખરેખર પડકારજનક હશે.

