Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Sanjay Manjrekar taunts Gautam Gambhir on Kuldeep Yadav's place in Team

Asia Cup 2025 / 'એક જ ઓવરમાં 3 વિકેટ, હવે આગામી મેચ નહીં રમે કુલદીપ' સંજય માંજરેકરે ગંભીર પર કર્યો કટાક્ષ

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Asia Cup 2025 / 'એક જ ઓવરમાં 3 વિકેટ, હવે આગામી મેચ નહીં રમે કુલદીપ' સંજય માંજરેકરે ગંભીર પર કર્યો કટાક્ષ
સોર્સ : GSTV

કુલદીપ યાદવે 6 મહિના પછી ભારત માટે કોઈ મેચ અને લગભગ 15 મહિના પછી T20I રમી હતી, પરંતુ તેણે આવતાની સાથે જ ધમાકો કર્યો. 4 વિકેટ લીધી અને તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો. એશિયા કપમાં UAE સામેના તેના પ્રદર્શનથી, તેણે ટીકાકારો અને જેઓ તેના પર વિશ્વાસ નહતા કરતા તેમના મોં બન્દ્જ કરી દીધા છે. 

App Store

ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે કટાક્ષ કર્યો કે કોચ ગૌતમ ગંભીર અને ટીમ મેનેજમેન્ટે ભારતના વર્તમાન નંબર 1 સ્પિનરને કેવી રીતે અવગણ્યો, તેણે એમ પણ કહ્યું કે, હવે શક્ય છે કે કુલદીપ આગામી મેચ નહીં રમે.

માંજરેકરે સોની સ્પોર્ટ્સ પર કહ્યું, "હવે કુલદીપ યાદવે એક ઓવરમાં 3 વિકેટ લીધી છે, તે આગામી મેચ નહીં રમે કારણ કે ભારત તેની સાથે આ રીતે વર્તે છે. જ્યારે તે સારું રમે છે, ત્યારે તેને ડ્રોપ કરવામાં આવે છે. તેણે 4 વિકેટ લીધી અને હવે એવી કોઈ આશા નથી કે તે આગામી મેચ રમશે."

જોકે માંજરેકરે પોતાની ટિપ્પણી હળવાશથી, મજાકિયા સ્વરમાં બતાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ રીતે તેણે ખૂબ જ કડવું સત્ય કહ્યું. તેણે કહ્યું, "હું મજાક કરી રહ્યો છું પણ કુલદીપ યાદવની કારકિર્દી પણ એ જ કહે છે. તે બહાર થવા વચ્ચે કંઈક જાદુઈ કરે છે. જો તમે તેના આંકડા જુઓ, પછી ભલે તે ટેસ્ટ હોય કે ODI હોય કે T20 આંતરરાષ્ટ્રીય હોય, તો તે અવિશ્વસનીય છે. તે ભારતીય ટીમ માટે અનિવાર્ય ખેલાડી છે પણ આ તેનું ભાગ્ય છે."

UAE સામેની મેચમાં કુલદીપનો જાદુ ચાલ્યો

બુધવારે UAE સામેની મેચમાં કુલદીપ યાદવનો એવો જાદુ ચાલ્યો કે વિરોધી ટીમ એશિયા કપ T20ના ઈતિહાસમાં બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. તેણે 2.1 ઓવરમાં માત્ર 7 રન આપીને 4 વિકેટ લીધી. એશિયા કપ T20ના ઈતિહાસમાં કોઈપણ બોલરનું આ બીજું શ્રેષ્ઠ પ્રદર્શન છે. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.