Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : RR have asked csk for Jadeja Ruturaj And Dubey for Sanju Samson trade

શું સંજુ સેમસનના બદલામાં CSK જાડેજા-ઋતુરાજનું બલિદાન આપશે? રિપોર્ટમાં મોટો ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2025
લાઇવ ટીવીGoogle News
શું સંજુ સેમસનના બદલામાં CSK જાડેજા-ઋતુરાજનું બલિદાન આપશે? રિપોર્ટમાં મોટો ખુલાસો
સોર્સ : GSTV

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે સંજુ સેમસનને ટ્રેડ કરવા માટે ખેંચતાણ ચાલી રહી છે. CSK IPLની આગામી સિઝન પહેલા પોતાની ટીમમાં સંતુલન જાળવી રાખવા રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને ટીમમાં લેવા માંગે છે.રાજસ્થાન રોયલ્સે પાંચ વખતની ચેમ્પિયન ટીમ પાસે સંજુ સેમસનના બદલે ત્રણ મહત્ત્વના ખેલાડીઓની માંગ કરી છે.

App Store

સંજુ સેમસનના બદલે CSKના ખેલાડી આપશે બલિદાન!

એક રિપોર્ટ અનુસાર રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસનના બદલે ચેન્નાઇ સુપરકિંગ્સ પાસે ત્રણ મુખ્ય ખેલાડી રવિન્દ્ર જાડેજા, ઋતુરાજ ગાયવાડ અને શિવમ દુબેની  માંગ કરી છે.

CSKમાં સામેલ થવા માંગે છે સંજુ સેમસન!

મળતી માહિતી અનુસાર CSK સંજુ સેમસન પોતાની ટીમમાં સામેલ કરવા માંગે છે. કોલકાતા નાઇટ રાઇડર્સ પણ સંજુ સેમસનમાં રસ ધરાવે છે. રિપોર્ટ્સ અનુસાર સંજુ સેમસન CSKમાં સામેલ થવા માંગે છે. IPL 2025 પૂર્ણ થયા બાદ આ વિકેટકીપર બેટ્સમેને અમેરિકામાં CSK મેનેજમેન્ટ અને તેમના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગ સાથે મુલાકાત પણ કરી હતી.

આ પહેલા રિપોર્ટ સામે આવ્યો હતો કે સંજુ સેમસને રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઝીને આગામી સિઝન પહેલા રિલીઝ કરવા કહ્યું છે. ચેન્નાઇ સુપરકિંગ્સ સ્ટાર વિકેટ કીપરને પોતાની ટીમમાં સામેલ કરવા માંગે છે પરંતુ તેના માટે RRએ જે માંગ કરી છે તેનાથી એમએસ ધોનીની ટીમનું સંતુલન બગડી શકે છે. 

શું છે સમગ્ર ઘટના?

IPL ઓક્શનના એક અઠવાડિયા પહેલા સુધી ટ્રેડ વિન્ડો ખુલ્લી હોય છે જેમાં ફ્રેન્ચાઇઝી એકબીજાની સહમતિથી પોતાના કોઇ ક્રિકેટરને બીજી ટીમ અથવા તો કેશ ડિલ અથવા કોઇ અન્ય ખેલાડીના બદલામાં આપી શકે છે. રાજસ્થાન રોયલ્સ આ રણનીતિને અપનાવી રહ્યું છે. સંજુ સેમસનને રિલીઝ કરવા માટે રાજસ્થાન રોયલ્સનો કેટલીક ફ્રેન્ચાઇઝીએ સંપર્ક કર્ય છે જેમાં તે ચેન્નાઇ સુપર કિંગ્સમાં વધારે રસ દાખવી રહ્યો છે. RRએ CSKને સંજુ સેમસનના બદલે ઋતુરાજ ગાયકવાડ, રવિન્દ્ર જાડેજા અને શિવમ દુબેમાંથી કોઇ એકને આપવાની માંગ કરી છે.