VIDEO: રોહિત શર્મા બસમાંથી ઊતરતી વખતે લપસી પડ્યો, વીડિયો વાયરલ
સોર્સ : gstv
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા સાથે મોટી દુર્ઘટના થતાં થતાં ટળી. વેસ્ટઈન્ડિઝ સામે પ્રથમ વનડે જીત્યા બાદ જ્યારે હિટમેન ટીમ સાથે બસ દ્વારા હોટેલ પરત ફરી રહ્યા હતા, ત્યારે તેઓ બસમાંથી ઉતરતી વખતે પડી ગયા. સારી વાત એ રહી કે તેમને કોઈપણ પ્રકારની ઈજા થઈ નથી. બસમાંથી પહેલા જ ઉતરી ચૂકેલા વિરાટ કોહલીની પ્રતિક્રિયા વાઈરલ થઈ રહી છે. હિટમેન બસમાંથી ઉતરી રહ્યા હતા ત્યારે સીડી પર તેમનો પગ લપસી જાય છે અને તેઓ નીચે પડી જાય છે. ત્યાં હાજર કેટલાક સ્ટાફ સાથે એક પોલીસકર્મી તરત જ હરકતમાં આવ્યા અને રોહિત શર્માને ઊભા કર્યા. સારી વાત એ રહી કે રોહિતને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી.

