RCBની ટીમે ઈતિહાસ રચ્યો, IPLમાં આ સિદ્ધિ મેળવનારી માત્ર બીજી ટીમ બની, જાણો કઈ છે પ્રથમ

RCB ટીમને IPL 2024ની 10મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા RCBની ટીમે 182 રન બનાવ્યા હતા. જેના જવાબમાં KKRએ સરળતાથી લક્ષ્યનો પીછો કર્યો હતો. પરંતુ મેચ હાર્યા બાદ પણ RCB ટીમે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો.
RCBની ટીમે કર્યું આ અદ્ભુત કામ
RCB માટે બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. RCB માટે આ મેચમાં બેટ્સમેનોએ કુલ 11 સિક્સ ફટકારી હતી. ટીમ માટે વિરાટ કોહલીએ 4 સિક્સ, કેમરોન ગ્રીને 2 સિક્સ, દિનેશ કાર્તિકે 3 સિક્સ, ફાફ ડુ પ્લેસિસ અને ગ્લેન મેક્સવેલે 1-1 સિક્સ ફટકારી હતી. આ સાથે RCBની ટીમે IPLના ઈતિહાસમાં 1500 સિક્સ પૂરી કરી લીધી છે.
RCB આ સિદ્ધિ મેળવનારી માત્ર બીજી ટીમ બની છે
RCB IPLમાં 1500 સિક્સ મારનારી માત્ર બીજી ટીમ બની છે. RCB પહેલા માત્ર મુંબઈ ઈન્ડિયન્સની ટીમ IPLમાં 1500 સિક્સ ફટકારવામાં સફળ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે IPLમાં અત્યાર સુધીમાં 1575 સિક્સ ફટકારી છે. આ યાદીમાં ત્રીજા નંબર પર રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે IPLમાં 1421 સિક્સ ફટકારી છે.
IPLના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ટીમોની યાદી
- મુંબઈ ઈન્ડિયન્સ- 1575 સિક્સ
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- 1507 સિક્સ
- ચેન્નાઈ સુપર કિંગ્સ- 1421 સિક્સ
- પંજાબ કિંગ્સ- 1405 સિક્સ
- કોલકાતા નાઈટ રાઈડર્સ- 1378 સિક્સ
RCB તરફથી વિરાટનું શાનદાર પ્રદર્શન
આરસીબી સામેની મેચમાં કેકેઆરના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વિરાટ કોહલીએ RCB માટે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખ્યું. તેણે 83 રન બનાવ્યા હતા. આ સિવાય કેમરૂન ગ્રીને 33 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિકે અંતમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે 8 બોલમાં 20 રન બનાવ્યા જેમાં ત્રણ સિક્સનો સમાવેશ થાય છે.

