IPL 2024 : રિયાન પરાગની આક્રમક ફિફ્ટી, રાજસ્થાને દિલ્હીને મેચ જીતવા 181 રનનો ટાર્ગેટ આપ્યો

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL )2024માં ગુરૂવારે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મુકાબલો ખેલાઈ રહ્યો છે. જેમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરિણામે રાજસ્થાને 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 185 રન બનાવ્યા છે. દિલ્હીને મેચ જીતવા 186 રનનો ટાર્ગેટ આપ્યો છે.
ટોપ ઓર્ડરના ખેલાડીઓનો ધબડકો
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ રહી હતી. બીજી ઓવરમાં જ મુકેશ કુમારે યશસ્વીને બોલ્ડ માર્યો હતો. જે બાદ એક પછી એક વિકેટ પડતા 36 રનમાં ટોપ ઓર્ડરના ત્રણેય ખેલાડીઓ આઉટ થયા હતા. યશસ્વી 5 રન, બટલર 11 રન, સેમસન 15 રન બનાવીને પેવેલિયન ભેગા થઈ ગયા હતા.
પરાગે દિલ્હીના બોલરોને ધોઈ નાખ્યા
જોકે, બાદમાં રિયાન પરાગે આક્રમક ફિફ્ટી ફટકારીને ટીમને સંકટ સમયમાંથી બહાર કાઢી હતી. પરાગે 44 બોલમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 84 રન બનાવ્યા છે.
બંને ટીમની પ્લેઇંગ- ઈલેવન
દિલ્હી કેપિટલ્સ: ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, રિકી ભુઈ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), ટ્રીસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, કુલદીપ યાદવ, એનરિક નોર્કિયા, ખલીલ અહેમદ અને મુકેશ કુમાર.
રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન(કેપ્ટન અને વિકેટકીપર), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા, આવેશ ખાન.

