VIDEO: રહાણેની બીસીસીઆઈને સ્પષ્ટતા, રોહિત શર્મા મુદ્દે સ્પષ્ટતા કરો
સોર્સ : gstv
રોહિત શર્માના પૂર્વ સાથી અને ભારતીય ટીમના દિગ્ગજ બેટર અજિંક્ય રહાણે ઇચ્છે છે કે રોહિત શર્મા 2027ના ODI વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા માટે રમે. રહાણેએ BCCI અને સિલેક્ટર્સને અપીલ કરી છે કે, તેઓ સ્પષ્ટતા કરે કે રોહિત શર્મા 2027ના ODI વર્લ્ડ કપમાં રમશે. તેમનું માનવું છે કે, ક્રિકેટના મેદાન પર રોહિત શર્માનો અનુભવ ટુર્નામેન્ટ દરમિયાન ટીમ ઇન્ડિયા માટે અમૂલ્ય સાબિત થશે. રહાણે અનુસાર આગામી વિશ્વકપમાં રોહિત શર્માની ખૂબ જરૂર પડશે. કારણ કે તેનો બહોળો અનુભવ અને દક્ષિણ આફ્રિકાની પીચો પર પડકારજનક પરિસ્થિતિઓમાં કેવી રીતે બેટિંગ કરવી તેની સમજણ છે. રહાણેએ કહ્યું કે, સિલેક્ટર્સે દરેક પાસિંગ સીરિઝના આધારે તેનું મૂલ્યાંકન ન કરવું જોઈએ.

