IPL 2024 : કરન અને લિવિંગસ્ટોને દિલ્હીના હાથમાંથી મેચ છીનવી લીધી

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)2024ની બીજી મેચ શનિવારે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં પંજાબે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરિણામે દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા 174 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબ 19.4 ઓવરમાં ટાર્ગેટ પાર પાડીને વિજયથી પ્રારંભ કર્યો હતો.
દિલ્હી કેપિટલ્સે આપેલા 175 રનના ટાર્ગેટની પોછી કરવા ઉતરેલી પંજાબે આક્રમક શરૂઆત કરી હતી. જોકે, કેપ્ટન શિખર 22 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જે બાદ બેયરસ્ટો પણ રન આઉટ થઈ ગયો હતો.
જોકે, સેમ કરન અને લિયામ લિવિંગસ્ટોન પાંચમી વિકેટ માટે 67 રનની ભાગીદારી કરી હતી. સેમ કરન ફિફ્ટી ફટકારીને આઉટ થયો હતો. જ્યારે લિવિંગસ્ટોન 38 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.
બંને ટીમની પ્લેઇંગ-ઈલેવન
દિલ્હી કેપિટલ્સ : રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, શાઈ હોપ, રિકી ભુઈ, ટ્રીસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ અને ઈશાંત શર્મા.
પંજાબ કિંગ્સ: શિખર ધવન (કેપ્ટન), જોની બેયરસ્ટો, સેમ કરન, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, રાહુલ ચહર અને અર્શદીપ સિંહ.

