Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Probable Indian Test squad against West Indies

વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ ટેસ્ટ શ્રેણીમાંથી કરૂણ -પંત થઇ શકે છે બહાર, આ ખેલાડીને મળી શકે તક

Timeછેલ્લું અપડેટ : 22 Sept 2025
લાઇવ ટીવીGoogle News
વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ ટેસ્ટ શ્રેણીમાંથી કરૂણ -પંત થઇ શકે છે બહાર, આ ખેલાડીને મળી શકે તક
સોર્સ : GSTV

એશિયા કપ 2025 બાદ ભારતીય ટીમ ઘરઆંગણે વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ 2 મેચની ટેસ્ટ સિરીઝ રમશે. શુભમન ગિલની કેપ્ટન્સીમાં પ્રથમ વખત ભારતીય ટીમ ઘરઆંગણે કોઇ ટેસ્ટ સિરીઝ રમશે. ગિલની કેપ્ટન્સીમાં ઇંગ્લેન્ડ પ્રવાસે ટીમ ઇન્ડિયાએ સારૂ પ્રદર્શન કર્યું હતું. સિરીઝ 2-2થી બરાબર રહી હતી. એવામાં વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝને જીતીને ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલમાં સ્થિતિ મજબૂત કરવા માંગશે.

App Store

23-24 સપ્ટેમ્બરે ટીમ ઇન્ડિયાની થઇ શકે છે જાહેરાત

વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ ઘર આંગણે 2 ઓક્ટોબરથી બે મેચની ટેસ્ટ શ્રેણીમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. 23-24 સપ્ટેમ્બરે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત થઇ શકે 
છે. 

કરૂણ નાયરની જગ્યાએ પડ્ડિકલનો સમાવેશ થઇ શકે

વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝની વાત કરીએ તો ભારતીય ટીમમાંથી કરૂણ નાયરને બહાર કરવામાં આવી શકે છે. ઇંગ્લેન્ડના પ્રવાસે કરૂણ નાયરને 8 ઇનિંગ મળી હતી પરંતુ તેનો કોઇ ફાયદો ઉઠાવી શક્યો નથી.તે માત્ર 205 રન જ બનાવી શક્યો હતો. કરૂણ નાયરની જગ્યા માટે બે ખેલાડી દેવદત્ત પડ્ડિકલ અને શ્રેયસ અય્યર વચ્ચે ટક્કર થશે. નંબર-3ને જોતા પડ્ડિકલને તક મળી શકે છે. પડ્ડિકલને કારણે સાઇ સુદર્શનને પણ ખતરો છે.

રિષભ પંત બહાર

સાઇ સુદર્શન ટીમમાં રહી શકે છે પરંતુ પ્લેઇંગ 11માં પડિક્કલ અને તેમાંથી કોઇ એકને તક મળશે. કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ સિવાય અભિમન્યુ ઇશ્વરન ઓપનર વિકલ્પ હશે. આ સિવાય રિષભ પંત ઇજામાંથી સ્વસ્થ થયો નથી. પંતની જગ્યાએ એન જગદીશનને તક મળી શકે છે. ધ્રુવ જુરેલ ફર્સ્ટ ચોઇસ વિકેટકીપર હશે. ઓલરાઉન્ડર તરીકે નીતિશ રેડ્ડી, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરને તક મળી શકે છે.

જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવી શકે

ફાસ્ટ બોલિંગની વાત કરીએ તો જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે. વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખતા એશિયા કપ બાદ તેને ભાગ્યે જ રમાડવામાં આવી શકે છે.મોહમ્મદ સિરાજ, આકાશદીપ અને પ્રસિદ્ધ કૃષ્ણા ત્રણ પેસર હોઇ શકે છે. હર્ષિત રાણા અને અર્શદીપ સિંહને ઇન્ડિયા A વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા A સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યા છે. એવામાં બન્ને ટેસ્ટ સ્કવોર્ડમાં ચૂંટવામાં નહીં આવે.

વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝ માટે ભારતની સંભવિત ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ર્ઇશ્વરન, દેવદત્ત પડ્ડિકલ, સાઇ સુદર્શન, ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), એન જગદીશન (વિકેટ કીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, પ્રસિદ્ધ કૃષ્ણા.