VIDEO: મારુ કામ ટ્રોફી જીતવાનું છે, લાઇક્સ અને વ્યૂ નહીં: ગૌતમ ગંભીર
સોર્સ : gstv
ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે આખરે એ સવાલોનો જવાબ આપ્યો છે જેને લઈને તેમની ખૂબ ટીકા થઈ રહી છે. ગંભીરે એ વાતનો ઇન્કાર કરી દીધો છે કે ભારત ટેસ્ટ ક્રિકેટમાં સંઘર્ષ કરી રહ્યું છે. તેમનું કહેવું છે કે તાજેતરની હારને કોઈ મોટી નિષ્ફળતા તરીકે નહીં, પરંતુ પરિવર્તનના સમયગાળાના એક ભાગ તરીકે જોવી જોઈએ. ગંભીરે કહ્યું કે, અમે સંઘર્ષ નથી કરી રહ્યા અને રેન્કિંગ મહત્ત્વનું નથી. અમે પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છીએ. ઉતાર-ચડાવ તો આવશે જ પરંતુ ઇંગ્લૅન્ડ સિરિઝ પછીથી અમે સતત સારું ક્રિકેટ રમી રહ્યા છીએ. આ સાથે જ ગંભીરે ટ્રોલર્સને આડે હાથ લેતાં કહ્યું કે, 'મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઇક્સ અને વ્યૂ મેળવવાનું નહીં.

