Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : MS Dhoni and Rishabh Pant's party video goes viral

VIDEO: 'હું જરા હુક્કો પીને આવું છું', એમએસ ધોની અને રિષભ પંતની પાર્ટીનો વીડિયો વાયરલ થયો

Timeછેલ્લું અપડેટ : 04 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતીય ક્રિકેટના સૌથી સફળ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને વર્તમાન સ્ટાર વિકેટકીપર-બેટર રિષભ પંતનો એક કથિત પ્રાઈવેટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપમાં ધોની દ્વારા બોલાયેલા એક કથિત સંવાદે ક્રિકેટ ફેન્સ વચ્ચે ભારે ઉત્સુકતા અને ચર્ચા જગાવી છે. વાયરલ વીડિયો અનુસાર રિષભ પંત કેટલાક મિત્રો સાથે એક હોટેલ રૂમ જેવા સ્થળે સોફા પર બેઠેલો જોવા મળે છે. જે એક ખાનગી ગેટ-ટુગેધર જેવો માહોલ દર્શાવે છે.

App Store

ક્લિપમાં ધોની બેકગ્રાઉન્ડમાં દેખાય છે. કોઈની સાથે તસવીર ખેંચાવીને પરત ફર્યા બાદ, ધોની પંત સાથે હાથ મિલાવતા કથિત રીતે બોલે છે કે, "જરા હુક્કા પી કે આતા હું" (હું જરા હુક્કો પીને આવું છું).

જોકે, આ વાયરલ વીડિયો ક્યાંનો છે, ક્યારે રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને તેની સત્યતા કેટલી છે તેની કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી. પરંતુ ઇન્ટરનેટ પર આ 'હુક્કા' વાળા વાક્યને લઈને ફેન્સમાં જોરદાર ચર્ચા છેડાઈ ગઈ છે. ફેન્સ આ વાયરલ વીડિયોને ક્રિકેટરની પ્રાયવસીનો ભંગ પણ જણાવી રહ્યા છે.

હુક્કાના કારણે અગાઉ પણ ચર્ચામાં આવ્યો હતો ધોની

નોંધનીય છે કે ધોનીની હુક્કો પીવાની ટેવ અંગે અગાઉ પણ ખૂબ ચર્ચા થયેલી છે. અગાઉ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન જ્યોર્જ બેઇલીએ અગાઉ ધોનીના રમતના દિવસોની યાદો વાગોળતાં દાવો કર્યો હતો, કે ધોનીને હુક્કો પીવો ગમે છે. તેથી, તે મોટાભાગે પોતાના રૂમમાં તેની વ્યવસ્થા કરતા હતા અને ત્યાં હંમેશા ઓપન-ડોર પોલિસી રહેતી. તમે તેમના રૂમમાં જાવ તો ઘણીવાર ઘણા યુવા ખેલાડીઓ ત્યાં બેઠેલા જોવા મળતા.

ટોપિક્સ:ms dhonirishabh pantgstv