લખનઉ સુપર જાયન્ટે ડેવિડ વિલીના સ્થાને આ ખેલાડીનો કર્યો સમાવેશ, ફ્રેન્ચાઈઝીને 75 લાખનો ફાયદો

ન્યુઝીલેન્ડના ઝડપી બોલર મેટ હેનરીએ આઈપીએલ 2024 માટે લખનૌ સુપર જાયન્ટ્સ સાથે કરાર કર્યો છે. હેનરી ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ડેવિડ વિલીની જગ્યા લીધી છે. આઈપીએલ શરૂ થયા પછી ઈંગ્લેન્ડનો ડેવિડ વિલી અંગત કારણોસર ટુર્નામેન્ટમાંથી ખસી ગયો છે. હેનરી 1.25 કરોડની બેઝ પ્રાઈઝ પર LSGમાં જોડાયો છે.
જણાવી દઈએ કે હેનરી અગાઉ IPLમાં પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ રહી ચૂક્યો છે. તે અત્યાર સુધીમાં બે આઈપીએલ મેચ રમી ચૂક્યો છે. આ બંને મેચ 2017માં પંજાબ કિંગ્સ માટે રમાઈ હતી. આ દરમિયાન તેણે એક વિકેટ ઝડપી હતી.
IPL 2024 માં પંજાબ કિંગ્સ સામેની મેચ અગાઉ લખનૌ સુપર જાયન્ટ્સે ડેવિડ વિલીનું રિપ્લેસ પ્લેયર શોધી લીધો છે. LGSએ ઈંગ્લેન્ડના ડેવિડ વિલીની જગ્યાએ ન્યૂઝીલેન્ડના મેટ હેનરીને સામેલ કર્યો છે. જેના લીધે લખનૌ ફ્રેન્ચાઈઝીને 75 લાખ રૂપિયાનો ફાયદો થયો છે.
અગાઉ એવા અહેવાલ હતા કે અંગત કારણોસર ડેવિડ વિલી ટૂર્નામેન્ટનો પ્રથમ હાફ જ નહીં રમે. પરંતુ હવે સમાચાર છે કે તે આખી આઈપીએલમાંથી બહાર થઈ જશે. એટલા માટે લખનૌ ફ્રેન્ચાઈઝીએ રિપ્લેસમેન્ટ શોધી લીધું છે. ડેવિડ વિલી ડાબા હાથનો ખેલાડી હતો. જ્યારે તેના સ્થાને આવેલો મેટ હેનરી જમણા હાથનો ખેલાડી છે.

