IPL 2024 / જાડેજાના મજાકે ઉડાવ્યા સૌના હોશ, સાક્ષી ધોનીને લઈને કહી આ વાત

IPLમાં ખેલાડીઓ માત્ર મેદાન પર જ પોતાની પ્રતિભા બતાવતા નથી, પરંતુ મેદાનથી દૂર ઘણી ઈવેન્ટ્સમાં પણ જોવા મળે છે. તેવી જ રીતે ચેન્નાઈ સુપર કિંગ્સની પ્રમોશનલ ઈવેન્ટમાંથી એક રસપ્રદ ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ચેન્નાઈના ખેલાડીઓ ઘણી રસપ્રદ વાતો કહેતા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં રવિન્દ્ર જાડેજાની વાત સાંભળીને લોકો હસવા લાગ્યા હતા.
રવિન્દ્ર જાડેજાએ શું કહ્યું?
જ્યારે જાડેજા સ્ટેજ પર આવ્યો ત્યારે તેણે કહ્યું, “મને લાગે છે કે સાક્ષી ભાભી પછી કદાચ હું જ એકમાત્ર વ્યક્તિ છું જેને માહી ભાઈએ તેડયો હતો.” જાડેજાની આ મજાકમાં, તેણે તે યાદગાર ક્ષણની મજાક ઉડાવી હતી જ્યારે આઈપીએલ 2023ની ફાઇનલમાં વિજયની ઉજવણી કરતી વખતે એમએસ ધોનીએ તેને આનંદથી તેડી લીધો હતો.
ધોનીએ પણ પોતાની વાતથી બધાને હસાવ્યા હતા
આ હાસ્ય અને મજાક વચ્ચે ધોનીએ પણ પોતાની સ્ટાઈલમાં જવાબ આપ્યો. જ્યારે તેને રવીન્દ્ર જાડેજા દ્વારા કેચ ડ્રોપ કરવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે મજાકમાં કહ્યું કે, હવે તો નવો કેપ્ટન છે ને? ધોનીનો આ જવાબ સાંભળીને ત્યાં હાજર બધા હસી પડ્યા.
IPL 2024માં CSKનું પ્રદર્શન
IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ અત્યાર સુધીમાં બે મેચ રમી ચૂકી છે. બંને મેચ જીતીને આ ટીમે પોઈન્ટ ટેબલ પર નંબર વનનો તાજ જાળવી રાખ્યો છે. CSKની પ્રથમ મેચ 22 માર્ચે RCB સામે હતી. CSKએ આ મેચ છ વિકેટે જીતી હતી. બીજી મેચ 26 માર્ચે ગુજરાત ટાઇટન્સ સામે હતી. CSKએ આ મેચ 63 રને જીતી લીધી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સની આગામી મેચ
ચેન્નાઈ સુપર કિંગ્સની આગામી મેચ 31 માર્ચે છે. CSK આ મેચ દિલ્હી કેપિટલ્સ સાથે વિશાખાપટ્ટનમના સ્ટેડિયમમાં રમશે. આ પછી, CSKની ચોથી મેચ 5 એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

