Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IPL 2026 playoff scenario after CSK vs SRH match

VIDEO: IPL 2026ના પ્લેઓફ માટે 3 ટીમો કન્ફર્મ, હવે 1 જગ્યા માટે છે 5 દાવેદાર; જાણો કોની પાસે છે કેટલી તક

Timeછેલ્લું અપડેટ : 19 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ચેપોકના હોમ ગ્રાઉન્ડ પર સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મળેલી 5 વિકેટે શરમજનક હાર ચેન્નાઈ સુપર કિંગ્સને ભારે પડી ગઈ છે. આ હારના કારણે ઋતુરાજ ગાયકવાડની ટીમ સતત ત્રીજી સિઝનમાં લીગ સ્ટેજથી જ  બહાર થવાના આરે આવીને ઊભી રહી ગઈ છે. બીજી તરફ, સનરાઈઝર્સ હૈદરાબાદની આ જીતથી તે તો પ્લેઓફમાં પહોંચી જ ગઈ, પણ તેણે ગુજરાત ટાઈટન્સને પણ પ્લેઓફની ટિકિટ અપાવી દીધી છે.

App Store

હવે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ 3 ટીમો (RCB, GT અને SRH) ફાઈનલ થઈ ચૂકી છે અને માત્ર છેલ્લી 1 સીટ માટે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર જામી છે. 

ચેન્નાઈ પ્લેઓફમાં પહોંચે તેની સંભાવના સાવ ઓછી 

મેચ પહેલાં CSKની પ્લેઓફમાં પહોંચવાની સંભાવના 35.50% હતી, જે આ હાર બાદ ગગડીને સીધી 6.8% થઈ ગઈ છે. આ રેસમાં રહેલી તમામ ટીમોમાં CSKની જીતવાની આશા સૌથી ઓછી છે. CSKએ હવે તેની છેલ્લી લીગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મજબૂત ગુજરાત ટાઈટન્સ સામે રમવાની છે. ચેન્નાઈએ ગુજરાત સામેની મેચ જીતવી પડશે અને સાથે-સાથે બીજી ટીમોના પરિણામો પણ તેની ફેવરમાં આવે તેની પ્રાર્થના કરવી પડશે.

પંજાબ અને રાજસ્થાન વચ્ચે કાંટાની ટક્કર

ચેન્નાઈની હારના કારણે પોઈન્ટ્સ ટેબલના મિડલ ઓર્ડરમાં મોટો ફાયદો થયો છે. સતત 6 હાર બાદ 13 પોઈન્ટ્સ પર અટકેલી પંજાબ કિંગ્સની ક્વોલિફિકેશન સંભાવના 31.1%થી વધીને 33.6% થઈ ગઈ છે. રાજસ્થાન રોયલ્સ પણ 34.8%થી વધીને 34.9% પર પહોંચી ગઈ છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સની તક 13.9% થી સુધરીને 14.8% થઈ છે.

કોલકાતા અને રાજસ્થાન પાસે હજુ તક

પંજાબ, ચેન્નાઈ અને દિલ્હી કેપિટલ્સએ લીગ સ્ટેજમાં 13-13 મેચો રમી લીધી છે અને તેમની પાસે હવે માત્ર 1-1 મેચ જ બાકી છે. તેની સામે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે હજુ 2-2 મેચો હાથમાં બાકી છે. આ કારણે આ બંને ટીમો પાસે ચોથા સ્થાને રહીને પ્લેઓફમાં એન્ટ્રી મારવાનો સૌથી મોટો ચાન્સ છે.

દિલ્હી કેપિટલ્સની ક્વોલિફિકેશન પ્રોબેબિલિટી પણ 10.6%થી ઘટીને 9.9% થઈ ગઈ છે. તેની નેટ રન રેટ અત્યારે -0.871 છે, જે ટોપ-7 ટીમોમાં સૌથી ખરાબ છે. એટલે દિલ્હી માટે પણ માત્ર જીતવું પૂરતું નથી, તેણે બહુ મોટા માર્જિનથી જીતવું પડશે.