Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત / IPL 2025 : PBKS beats RCB by 5-wickets in rain affected match

IPL 2025 / ફરી પોતાના ઘરઆંગણે હાર્યું RCB, પંજાબ કિંગ્સે 5 વિકેટે જીતી મેચ

Timeછેલ્લું અપડેટ : 19 Apr 2025
લાઇવ ટીવીGoogle News
IPL 2025 / ફરી પોતાના ઘરઆંગણે હાર્યું RCB, પંજાબ કિંગ્સે 5 વિકેટે જીતી મેચ

ગઈકાલે (18 એપ્રિલ) IPLના જન્મદિવસ નિમિત્તે, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને હારનો સામનો કરવો પડ્યો. વરસાદ વિક્ષેપિત 14 ઓવરની મેચમાં પંજાબ કિંગ્સ (PBKS) એ RCBને 5 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ફરી એકવાર RCB ઘરઆંગણે હારી ગયું. પ્રથમ બેટિંગ કરતા RCBએ 95 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ કિંગ્સે 12.1 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો હતો. પહેલા પંજાબ માટે બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને પછી બેટિંગમાં, નેહલ વઢેરાએ 19 બોલમાં અણનમ 33 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. આ જીત સાથે, PBKS હવે પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે.

App Store

14 ઓવરમાં 96 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી PBKSની શરૂઆત સારી નહતી રહી. પહેલી વિકેટ ત્રીજી ઓવરમાં 22 રનના સ્કોર પર પડી અને પછી વિકેટો પડતી રહી. પ્રભસિમરન સિંહ 9 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ પ્રિયાંશ આર્ય 11 બોલમાં 16 રન બનાવીને પવેલિયન પરત ફર્યો હતો. કેપ્ટન શ્રેયસ અય્યર પણ 10 બોલમાં 7 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ જોશ ઈંગ્લીસ 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

જ્યારે 8 ઓવરમાં 53 રનમાં 4 વિકેટ પડી ગઈ, ત્યારે એવું લાગતું હતું કે RCB મેચનું પાસું પલટી નાખશે પરંતુ નેહલ વઢેરાએ વળતો હુમલો કર્યો અને મેચ પંજાબના પક્ષમાં ફેરવી દીધી. નેહલ વઢેરા 19 બોલમાં 33 રન બનાવી અણનમ રહ્યો હતો. આ દરમિયાન તેણે 3 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.

RCBની બેટિંગ

14 ઓવરની મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતર્યા બાદ RCBની શરૂઆત સારી રહી ન હતી. ફિલ સોલ્ટ પહેલી ઓવરમાં 4 રન બનાવીને પવેલિયન પાછો ફર્યો હતો. તેને અર્શદીપ સિંહે આઉટ કર્યો. ત્યારબાદ અર્શદીપે વિરાટ કોહલીને પણ આઉટ કર્યો. તે ફક્ત એક જ રન બનાવી શક્યો હતો.

બંને ઓપનર આઉટ થયા પછી, બધાને રજત પાટીદાર પાસેથી અપેક્ષાઓ હતી. તેણે મેદાનમાં આવતાની સાથે જ એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો હતો. પરંતુ બીજા છેડે વિકેટો સતત પડતી રહી હતી. પહેલા લિયામ લિવિંગસ્ટોન 23 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ જિતેશ શર્મા માત્ર બે રન બનાવીને આઉટ થયો. RCBએ નિયમિત અંતરાલે વિકેટ ગુમાવી.

પાટીદાર 18 બોલમાં 23 રન બનાવીને પવેલિયન પરત ફર્યો હતો. મનોજ ભંડગે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં આવ્યો પરંતુ તે પણ કંઈ ખાસ ન કરી શક્યો અને એક રન બનાવીને આઉટ થયા. ટિમ ડેવિડે કેટલાક મોટા શોટ રમ્યા અને IPLની પોતાની પહેલી અડધી સદી ફટકારી. તેણે છેલ્લી ઓવરમાં સતત ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

ટિમ ડેવિડ 26 બોલમાં 50 રન બનાવી અણનમ રહ્યો હતો. તેના બેટમાંથી 5 ચોગ્ગા અને 3 છગ્ગા લાગ્યા. પંજાબ કિંગ્સ તરફથી અર્શદીપ સિંહ, હરપ્રીત બ્રાર, યુઝવેન્દ્ર ચહલ અને માર્કો યાન્સને બે-બે વિકેટ લીધી હતી.