Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત / IPL 2025 : MI beats DC and entered in to the IPL playoffs

MI VS DC / પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ IPLમાંથી બહાર

Timeછેલ્લું અપડેટ : 22 May 2025
લાઇવ ટીવીGoogle News
MI VS DC / પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ IPLમાંથી બહાર

ગઈકાલે IPL 2025ની 63મી મેચમાં વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ શાનદાર પ્રદર્શન કરીને દિલ્હી કેપિટલ્સ (DC) ને હરાવ્યું અને આ સાથે IPL પ્લેઓફમાં પણ સ્થાન મેળવ્યું. પ્રથમ બેટિંગ કરતા, MIએ 20 ઓવરમાં 180 રન બનાવ્યા હતા. જવાબમાં DCની ટીમ 18.2 ઓવરમાં માત્ર 121 રન બનાવી શકી. સૂર્યકુમાર યાદવ, બુમરાહ અને સેન્ટનર મુંબઈની જીતના હીરો રહ્યા હતા. સૂર્યકુમાર યાદવે 43 બોલમાં 73 રન બનાવ્યા હતા. આ પછી, બોલિંગમાં, મિચેલ સેન્ટનરે 4 ઓવરમાં 11 રન આપીને 3 વિકેટ લીધી. બુમરાહે પણ 12 રન આપીને 3 વિકેટ લીધી હતી.

App Store

ફેલ ગઈ દિલ્હી કેપિટલ્સની ટીમ

દિલ્હી કેપિટલ્સ (DC) ની ટીમ કેએલ રાહુલ પર નિર્ભર હતી અને આ ખેલાડી મુંબઈ સામે નિષ્ફળ ગયો. કેએલ રાહુલે 6 બોલમાં 11 રન બનાવ્યા અને બોલ્ટના બોલ પર આઉટ થયો. તેના સિવાય ફાફ ડુ પ્લેસિસ અને અભિષેક પોરેલે પણ 6-6 રન બનાવીને આઉટ થયા હતા. સમીર રિઝવીએ 39 રન બનાવ્યા હતા. વિપરજ નિગમે પણ ફક્ત 20 રન બનાવ્યા હતા.

મુંબઈ ઈન્ડિયન્સની શાનદાર વાપસી

IPL 2025માં MI એ શાનદાર વાપસી કરી છે.  MIની ટીમ તેની પહેલી 5 મેચમાંથી 4 મેચ હારી ગઈ હતી. આ ટીમે CSK, GT સામે હાર્યા બાદ KKR સામે જીત મેળવી હતી પરંતુ તે પછી LSG અને RCB સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી મુંબઈએ જે કર્યું તે ખરેખર અદ્ભુત હતું. મુંબઈએ આગામી 8 મેચોમાંથી 7 મેચ જીતી. MIએ DCને 12 રનથી હરાવ્યું, SRHને 4 વિકેટે હરાવ્યું. આ પછી MI એ CSK સામે હારનો બદલો લીધો અને SRHને બીજી વખત હરાવ્યું, ત્યારબાદ LSGને હરાવ્યું. RRને MIએ 100 રનથી હરાવ્યું. આ પછી GT એ MIને 3 વિકેટથી હરાવ્યું. આ હાર પછી ટીમે જબરદસ્ત વાપસી કરી અને DCને હરાવીને પ્લેઓફમાં જગ્યા બનાવી.

IPL 2025 પોઈન્ટ્સ ટેબલ

IPL 2025ના પોઈન્ટ્સ ટેબલની વાત કરીએ તો, MI 13 મેચમાં 8 જીત સાથે ચોથા સ્થાને છે. આ ટીમ પાસે હજુ એક મેચ બાકી છે. મુંબઈએ તેની આગામી મેચ 26 મેના રોજ PBKS સામે રમવાની છે, આ મેચ જયપુરમાં રમાશે. MIનું લક્ષ્ય કોઈપણ કિંમતે ટોપ 2માં સ્થાન મેળવવાનું રહેશે, આ માટે સારા પ્રદર્શન ઉપરાંત નસીબનો પણ સાથ જરૂરી રહેશે.