Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત / IPL 2025 : Before IPL 2025 starts, know these 5 records that are difficult to break

IPL 2025 શરૂ થાય તે પહેલા જાણો ટૂર્નામેન્ટના તે 5 રેકોર્ડ જે તોડવા છે મુશ્કેલ, કિંગ કોહલીના નામે છે ત્રણ કીર્તિમાન

Timeછેલ્લું અપડેટ : 18 Mar 2025
લાઇવ ટીવીGoogle News
IPL 2025 શરૂ થાય તે પહેલા જાણો ટૂર્નામેન્ટના તે 5 રેકોર્ડ જે તોડવા છે મુશ્કેલ, કિંગ કોહલીના નામે છે ત્રણ કીર્તિમાન

IPL 2025 શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. ભારત સહિત વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ આ ટૂર્નામેન્ટની આતુરતાથી રાહ જોતા હોય છે. IPLની દરેક સિઝનમાં ઘણા નવા રેકોર્ડ બને છે અને ઘણા રેકોર્ડ તૂટે પણ છે. પરંતુ આ ટૂર્નામેન્ટમાં એવા ઘણા રેકોર્ડ છે આજ સુધી નથી તૂટ્યા અને ભવિષ્યમાં પણ તેને તોડવા મુશ્કેલ છે. આજે અમે તમને આવા જ 5 રેકોર્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે IPLની 17 સિઝનના ઈતિહાસના સૌથી મોટા રેકોર્ડ કહી શકાય છે. 

App Store

ક્રિસ ગેલની 175 રનની અણનમ ઈનિંગ (2013)

ક્રિસ ગેલે 2013માં પુણે વોરિયર્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે માત્ર 66 બોલમાં અણનમ 175 રન ફટકાર્યા હતા, જેમાં 17 સિક્સ અને 13 ફોરનો સમાવેશ થાય છે. આ T20 ક્રિકેટમાં અત્યાર સુધીનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે. ગેલનો આ રેકોર્ડ 11 વર્ષમાં કોઈ નથી તોડી શક્યું. ગેલ બાદ IPLની એક મેચમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમ છે, જેણે IPLની પહેલી જ સિઝનની ઓપનિંગ મેચમાં 158 બનાવ્યા હતા. જોકે, આ પછી ગેલ સિવાય કોઈ અન્ય ખેલાડી 150 રન પાર નથી કરી શક્યું.

વિરાટ કોહલીના એક સિઝનમાં 973 રન (2016)  

વિરાટ કોહલીએ 2016ની IPL સિઝનમાં 16 મેચમાં 973 રન બનાવ્યા હતા, જેમાં 4 સદીનો સમાવેશ થાય છે. આ એક સિઝનમાં સૌથી વધુ રનનો રેકોર્ડ છે, વિરાટ કોહલી સિવાય અત્યાર સુધી કોઈપણ બેટ્સમેન એક જ સિઝનમાં 900 સુધી નથી પહોંચી શક્યો. વિરાટ બાદ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન શુભમન ગિલ છે, જેણે IPL 2023માં 17 મેચમાં 890 બનાવ્યા હતા.

વિરાટ કોહલી અને જોસ બટલરની એક જ સિઝનમાં 4 સદી  

T20 ફોર્મેટમાં સદી ફટકારવી મુશ્કેલ હોય છે, પરંતુ કોહલીએ 2016માં એક જ સિઝનમાં 4 સદી ફટકારી હતી. વિરાટનો આ રેકોર્ડ તોડવો ઘણો મુશ્કેલ લાગે છે. જોકે જોસ બટલરે IPL 2022ની સિઝનમાં 4 સદી ફટકારીને વિરાટના આ રેકોર્ડની બરાબરી કરી લીધી હતી, પરંતુ તે આ રેકોર્ડ તોડી નહતો શક્યો.

એક ઓવરમાં 37 રન (ગેલ અને જાડેજા)  

ક્રિસ ગેલે 2011માં કોચી ટસ્કર્સ સામે અને રવિન્દ્ર જાડેજાએ 2021માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે એક ઓવરમાં 37 રન ફટકાર્યા હતા. ગેલે પ્રશાંત પરમેશ્વરનની ઓવરમાં અને જાડેજાએ હર્ષલ પટેલની ઓવરમાં 37 રન ફટકાર્યા હતા. આ બંને પછી સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે એક ઓવરમાં 35 રન ફટકાર્યા છે. જોકે, તે આ રેકોર્ડ નથી તોડી શક્યો.

કોહલી અને ડી વિલિયર્સની 229 રનની પાર્ટનરશિપ (2016)  

આ બધા રેકોર્ડમાં એક રેકોર્ડ એવો પણ છે જે ટીમના બે બેટ્સમેને ભેગા મળીને તોડવો પડશે. તે પણ મુશ્કેલ જ લાગે છે. અહીં IPLના ઈતિહાસની સૌથી મોટી પાર્ટનરશિપની વાત થઈ રહી છે. 2016માં ગુજરાત લાયન્સ સામે વિરાટ કોહલી (100*) અને એબી ડી વિલિયર્સ (129*) એ 96 બોલમાં 229 રનની અણનમ પાર્ટનરશિપ કરી હતી. આ T20 ક્રિકેટમાં સૌથી મોટી પાર્ટનરશિપમાંની એક છે.

હવે જોવાનું એ છે કે IPLની 18મી એડિશનમાં કેટલા નવા રેકોર્ડ બને છે. અને આ સિઝનમાં અહીં જણાવેલા આ 5 રેકોર્ડમાંથી કોઈપણ રેકોર્ડ તૂટે છે કે નહીં તે જોવાનું પણ રસપ્રદ રહેશે.