IPL 2025માં 13 સ્ટેડિયમમાં આયોજિત થશે ઓપનિંગ સેરેમની, BCCI બનાવી રહ્યું છે પ્લાન

IPLની કોઇ પણ સિઝનમાં મેચ પહેલા ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વખતે BCCIનો અલગ જ પ્લાન છે. IPLના 18 વર્ષ થિ ગયા છે અને આ વખતે BCCI માત્ર IPL 2025ની પ્રથમ મેચ પહેલા ઓપનિંગ સેરેમનીનું આયોજન નહીં કરે પરંતુ IPLની આ સિઝનમાં જે પણ સ્ટેડિયમમાં પ્રથમ મેચ રમાશે ત્યાં મેચ પહેલા ઓપનિંગ સેરેમનીનું આયોજન થશે.
13 સ્થળો પર યોજાશે IPLની ઓપનિંગ સેરેમની
BCCI વિશ્વની મુખ્ય ફ્રેન્ચાઇઝી ટૂર્નામેન્ટના 18 વર્ષ થતા તમામ 13 સ્થળો પર વિશેષ સમારંભનું આયોજન કરશે. IPL 2025નું સેલિબ્રેશન પુરા સત્ર દરમિયાન ચાલુ રહેશે જેમાં દરેક સ્ટેડિયમમાં પ્રથમ મેચની શરૂઆત સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે થશે જેમાં મુખ્ય કલાકાર પરફોર્મ કરશે.
IPL 2025નો 22 માર્ચથી થશે પ્રારંભ
IPL 2025ની શરૂઆત કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સિસ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સાથે થશે. આ મેચ 22 માર્ચે કોલકાતાના ઇડનગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. મેચ પહેલા એક ઓપનિંગ સેરેમનીનું આયોજન થશે જેની પૃષ્ટિ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ એટલે કે CAB ચેરમેન સ્નેહાશીષ ગાંગુલીએ કરી છે. આ મેચની ટિકિટોની ડિમાન્ડ વધારે છે અને લાંબા સમય બાદ કોલકાતામાં IPLની ઓપનિંગ સેરેમની યોજાશે.
મેચ પહેલા 35 મિનિટનું ઉદ્દઘાટન સમારંભ યોજાશે
KKR વિરૂદ્ધ RCB મેચ પહેલા 35 મિનિટનું ઉદ્દઘાટન સમારંભ યોજાશે જેમાં સિંગર શ્રેયા ઘોષાલ અને એક્ટ્રેસ દિશા પટણી પરફોર્મ કરવાની સંભાવના છે. આ કાર્યક્રમમાં ICC ચેરમેન જય શાહ અને અન્ય હસ્તીઓના પણ સામેલ થવાની સંભાવના છે.

