Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત / IPL 2025 : Action taken against the entire playing 11 including the captain

કેપ્ટન સહિત આખી પ્લેઈંગ ઈલેવન સામે લેવાઈ એક્શન, હાર બાદ રાજસ્થાન રોયલ્સને લાગ્યો વધુ એક ઝટકો

Timeછેલ્લું અપડેટ : 10 Apr 2025
લાઇવ ટીવીGoogle News
કેપ્ટન સહિત આખી પ્લેઈંગ ઈલેવન સામે લેવાઈ એક્શન, હાર બાદ રાજસ્થાન રોયલ્સને લાગ્યો વધુ એક ઝટકો

IPL 2025ની 23મી મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમને ગુજરાત ટાઈટન્સ સામે 58 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં રાજસ્થાનના બોલરોએ ઘણા રન આપ્યા હતા. આ પછી બેટ્સમેનો ખરાબ રીતે ફ્લોપ થયા હતા. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 217 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આ પછી, ટાર્ગેટ ચેઝ કરતી વખતે, રાજસ્થાનની ટીમ ફક્ત 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હવે મેચ હાર્યા બાદ BCCI એ રાજસ્થાન રોયલ્સ ટીમ સામે એક્શન લીધી છે. કેપ્ટન સંજુ સેમસનને સ્લો ઓવર રેટના કારણે દંડ ફટકારવામાં આવ્યો છે.

App Store

પ્લેઈંગ ઈલેવનના તમામ ખેલાડીઓને દંડ ફટકારવામાં આવ્યો

IPLની પ્રેસ રિલીઝ અનુસાર, ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં રાજસ્થાન રોયલ્સે સ્લો ઓવર રેટ જાળવી રાખ્યો હતો. IPL આચારસંહિતાના કલમ 2.22 હેઠળ ચાલુ સિઝનમાં આ ટીમનો બીજો ગુનો છે, જે ન્યૂનતમ ઓવર-રેટ ગુનાઓ સાથે સંબંધિત છે. આ કારણોસર ટીમના કેપ્ટન સંજુ સેમસન પર 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય ઈમ્પેક્ટ પ્લેયર સહિત બાકીની પ્લેઈંગ ઈલેવનને 6 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 25 ટકા, જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો છે.

સંજુ સેમસન આંગળીની ઈજાથી પીડાઈ રહ્યો હતો ત્યારે સિઝનની પહેલી ત્રણ મેચમાં રિયાન પરાગે રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશિપ કરી હતી. ત્યારે, ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સ્લો ઓવર રેટ માટે પરાગને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

રાજસ્થાન રોયલ્સ ટીમ પોઈન્ટ ટેબલમાં 7મા સ્થાને છે

રાજસ્થાન રોયલ્સ ટીમ વર્તમાન સિઝનમાં અત્યાર સુધી સારું પ્રદર્શન નથી કરી શકી. ટીમે આ સિઝનમાં પાંચ મેચ રમી છે, જેમાંથી તેણે ફક્ત બે જ જીતી છે અને 3માં હારનો સામનો કરવો પડ્યો છે. તેની નેટ રન રેટ 4 પોઈન્ટ સાથે માઈનસ 0.733 છે. અ સાથે ટીમ સાતમા નંબરે છે.

રાજસ્થાનના બેટ્સમેન ફ્લોપ રહ્યા

ગુજરાત ટાઈટન્સ સામે રાજસ્થાન રોયલ્સ તરફથી સંજુ સેમસન (41 રન) અને શિમરોન હેટમાયર (52 રન) એ ચોક્કસપણે સારી બેટિંગ કરી હતી, પરંતુ આ બે સિવાય, અન્ય ખેલાડીઓ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયા. આ કારણોસર, ટીમ સંપૂર્ણ 20 ઓવર પણ ન રમી શકી અને 19.2 ઓવરમાં ફક્ત 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બોલિંગમાં, તુષાર દેશપાંડે મોંઘો સાબિત થયો. તેણે 4 ઓવરમાં 53 રન આપ્યા અને બે વિકેટ ઝડપી હતી.