Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IPL 2024 Match between Delhi and Rajasthan in Jaipur

IPL 2024 : જયપુરમાં આજે દિલ્હી અને રાજસ્થાન વચ્ચે જંગ, આ ખેલાડીઓ પર રહેશે નજર

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2024
લાઇવ ટીવીGoogle News
IPL 2024 : જયપુરમાં આજે દિલ્હી અને રાજસ્થાન વચ્ચે જંગ, આ ખેલાડીઓ પર રહેશે નજર

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL )2024માં ગુરૂવારે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે મુકાબલો ખેલાશે. પંજાબ કિંગ્સ સામે હાર સાથે સિઝનની શરૂઆત કરનાર રિષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સની નજર રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં જીત પર રહેશે. જો કે રાજસ્થાન રોયલ્સ માટે સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલ ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે.

App Store

સંજુ સેમસન : રાજસ્થાનના કેપ્ટન સેમસને લખનઉ સામે શાનદાર બેટિંગ કરી હતી. તેણે અણનમ 82 રન બનાવ્યા હતા. સંજુએ આ દરમિયાન 6 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. દિલ્હી કેપિટલ્સ સામે રાજસ્થાન માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. સેમસને અત્યાર સુધીમાં 153 IPL મેચ રમી છે. આ દરમિયાન તેણે 3970 રન બનાવ્યા છે.

યશસ્વી જયસ્વાલ : યશસ્વી રાજસ્થાન રોયલ્સના ટોચના ખેલાડીઓની યાદીમાં સામેલ છે. તેણે અત્યાર સુધી 38 IPL મેચમાં 1196 રન બનાવ્યા છે. જયસ્વાલે ગત IPL સિઝનમાં પણ શાનદાર બેટિંગ કરી હતી. તે આ વખતે પણ RR માટે મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. લખનઉ સામે તેણે 12 બોલમાં 24 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 ચોગ્ગા એન 1 છગ્ગો ફટકાર્યો હતો.

શાઈ હોપ : દિલ્હી કેપિટલ્સ માટે શાઈ હોપ કમાલ કરી શકે છે. હોપે ગત મેચમાં પંજાબ કિંગ્સ સામે 33 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. શાઈ હોપની આ ડેબ્યુ IPL સિઝન છે. પરંતુ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ડોમેસ્ટિક મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. હોપે 28 ટી-20 મેચમાં 509 રન બનાવ્યા છે. તે રાજસ્થાન રોયલ્સ સામે મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.