VIDEO: એશિયન ગેમ્સમાં ભારતીય મેન્સ ક્રિકેટ ટીમ ફાઈનલમાં, ગોલ્ડ મેડલ માટે પાકિસ્તાન સામે ટક્કર
સોર્સ : gstv
મહિલા ટીમે ગોલ્ડ મેડલ જીત્યાં બાદ મેન્સમાં ટીમ ઈન્ડિયા ક્રિકેટમાં વધુ એક ગોલ્ડ મેડલથી એક જીત દૂર છે. સેમિફાઈનલમાં શ્રીલંકાને 124 રનથી હરાવી ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં એન્ટ્રી કરી છે. ટીમ ઈન્ડિયાએ ઈશાન કિશનની 80 અને વૈભવ સૂર્યવંશીની 38 રનની ઈનિંગની મદદથી 169 રન બનાવ્યાં. જેના જવાબમાં શ્રીલંકન ટીમ માત્ર 9.5 ઓવરમાં 45 રનમાં ઓલઆઉટ થઈ. ભારતીય સ્પિન અને પેસ એટેક સામે શ્રીલંકાનો માત્ર એક જ બેટર ડબલ ફિગરમાં પહોંચ્યો. ટીમ ઈન્ડિયા તરફથી બુમરાહ, અક્ષર પટેલ અને અભિષેક શર્માએ બે-બે વિકેટ ઝડપી. જ્યારે વોશિંગ્ટન સુંદરને એક વિકેટ મળી.

