Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs AFG: After Pandya, another star all-rounder injured, big blow to Team India

IND vs AFG: પંડ્યા બાદ વધુ એક સ્ટાર ઓલરાઉન્ડર ઈજાગ્રસ્ત, ટીમ ઈન્ડિયાને મોટો ફટકો

Timeછેલ્લું અપડેટ : 17 Jun 2026
લાઇવ ટીવીGoogle News
IND vs AFG: પંડ્યા બાદ વધુ એક સ્ટાર ઓલરાઉન્ડર ઈજાગ્રસ્ત, ટીમ ઈન્ડિયાને મોટો ફટકો
સોર્સ : gstv

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા ઈજાના કારણે પહેલાથી જ આ વનડે સિરીઝમાંથી બહાર છે ત્યારે હવે અફઘાનિસ્તાન સામેની પ્રથમ વનડે મેચ બાદ વધુ એક ફોર્મમાં ચાલી રહેલ ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે. જેના કારણે ટીમ ઈન્ડિયાને બીજી વનડે મેચ માટે પ્લેઈંગ-11માં 3 મોટા ફેરફાર કરવા પડ્યા છે. આ સ્થિતિમાં હવે ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે.

App Store

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો

ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે પ્લેઈંગ-11માં 3 મોટા ફેરફારોની વાત કરતા બધા આશ્ચર્યચકિત થયા હતા. હવે તેની પાછળનું અસલી કારણ બીસીસીઆઈ જણાવ્યું છે. ટોસ પછી સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતા BCCIએ જણાવ્યું કે, ઈજાના કારણે નીતિશ કુમાર રેડ્ડી ઈજાગ્રસ્ત થવાને કારણે ગત મેચમાં સારા પ્રદર્શન છતાં તેને પ્લેઈંગ-11માંથી બહાર રાખવામાં આવ્યો છે.

હાલના સમયે બીસીસીઆઈની મેડિકલ ટીમ રેડ્ડીની ઈજાનું નિરીક્ષણ કરી રહી છે. ત્યારબાદ જ નિર્ણય લેવામાં આવશે કે તે આ સિરીઝમાં આગળ ટીમનો હિસ્સો રહેશે કે પછી સિરીઝમાંથી બહાર થઈ જશે. જણાવી દઈએ કે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની ટી-20 સિરીઝની ટીમમાં પણ રેડ્ડી સામેલ છે. હાર્દિક પંડ્યા પહેલાથી જ ઈજાના કારણે બહાર ચાલી રહ્યો છે, તેવામાં હવે રેડ્ડીની ઈજા બાદ કેપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ ગૌતમ ગંભીરની ચિંતા વધી ગઈ છે.

બંને ટીમોની પ્લેઈંગ-11 (Playing XI)

ભારત: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, ગુરનૂર બ્રાર, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ.
અફઘાનિસ્તાન: રહમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહિમ ઝદરાન, સેદિકુલ્લાહ અટલ, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), દરવિશ રસુલી, રાશિદ ખાન, નાંગેયાલિયા ખરોટી, એએમ ગઝનફર, મોહમ્મદ સલીમ સફી, બિલાલ સમી.