VIDEO / ભારતની જીત પર IIT બાબાનું નિવેદન, પાકિસ્તાન સામે હારની કરી હતી આગાહી
ગઈકાલે (23 ફેબ્રુઆરી) ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. આખી મેચમાં એક પણ પ્રસંગ એવો નહોતો જ્યારે પાકિસ્તાન પ્રભુત્વ ધરાવતું દેખાયું. પરંતુ IIT બાબાએ દાવો કર્યો હતો કે પાકિસ્તાન ભારતને હરાવશે. તેમણે આ વાત એવી રીતે કહી કે જાણે તેમની આગાહી સાચી પડવાની છે. તેમનો આ વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો. હવે જ્યારે IIT બાબાની આગાહી સંપૂર્ણપણે ખોટી સાબિત થઈ છે અને ભારતે પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું છે, ત્યારે પણ આ અંગે તેમનું નિવેદન બહાર આવ્યું છે.
ભારત-પાકિસ્તાન મેચ પહેલા, IIT બાબાએ દાવો કર્યો હતો કે તમે ગમે તેટલી મહેનત કરો, આ વખતે પાકિસ્તાન જીતશે. તેમણે એક યુટ્યુબરના લાઈવ સ્ટ્રીમમાં કહ્યું હતું કે, "આ વખતે ભારત નહીં જીતી શકે. વિરાટ કોહલીને કહો કે તેઓ પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરે, પણ આપણે નહીં જીતીએ. મેં કહી દીધું તો બસ કહી દીધું. ચાલો જોઈએ કે તમે મોટા છો કે ભગવાન મોટા છે, હવે જોયું જશે."
પાકિસ્તાન પર ભારતની જીત પછી IIT બાબાએ શું કહ્યું?
IIT બાબાની આગાહી સંપૂર્ણપણે ખોટી સાબિત થઈ છે. જીતવાની વાત તો ભૂલી જાઓ, પાકિસ્તાનની ટીમ સારું ક્રિકેટ પણ ન રમી શકી. આખી મેચ દરમિયાન એકવાર પણ પાકિસ્તાનનો દબદબો ન જોવા મળ્યો. આવી સ્થિતિમાં, મેચ પછી, તે જ યુટ્યુબરે IIT બાબાનો સંપર્ક કર્યો અને પ્રશ્ન પૂછ્યો કે, "તમારી આગાહી ખોટી સાબિત થઈ. તમે આના પર શું કહેશો?"
IIT બાબાએ જવાબ આપ્યો, "આના પરથી એ જ સંદેશ મળે છે કે કોઈની આગાહીઓ પર વિશ્વાસ ન કરો. તમારા પોતાના મગજનો ઉપયોગ કરો."
ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું
રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામેની મેચમાં કોઈ સમસ્યાનો સામનો નહતો કરવો પડ્યો. 242 રનને ચેઝ કરતા વિરાટ કોહલીએ અણનમ 100 રન બનાવ્યા. આ તેની 82મી આંતરરાષ્ટ્રીય અને 51મી વનડે સદી છે. અગાઉ, પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હાર્દિક પંડ્યાએ બાબર સહિત 2 મહત્ત્વપૂર્ણ બેટ્સમેનને આઉટ કર્યા હતા. કુલદીપ યાદવે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. પાકિસ્તાન તરફથી સઉદ શકીલ (62) સૌથી વધુ રન બનાવનાર બોલર હતો.

