Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Harsha Bhogle sneered at Vaibhav Suryavanshi being made vice captain

VIDEO: વૈભવ સૂર્યવંશીને વાઈસ કેપ્ટન બનાવાતા હર્ષા ભોગલેએ કર્યો કટાક્ષ

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આગામી 23 ઓગસ્ટથી બેંગલુરુમાં શરૂ થઈ રહેલી પ્રતિષ્ઠિત ડોમેસ્ટિક રેડ-બોલ ટૂર્નામેન્ટ દલીપ ટ્રોફી 2026-27 માટે ઈસ્ટ ઝોનની 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે બિહારના માત્ર 15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને વાઇસ-કેપ્ટનની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. સિલેક્ટર્સના આ ચોંકાવનારા નિર્ણય પર ભારતના જાણીતા ક્રિકેટ કોમેન્ટેટર હર્ષા ભોગલેએ ભારે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને રેડ-બોલ ક્રિકેટના વાસ્તવિક આંકડાઓ રજૂ કરીને સોશિયલ મીડિયા પર પસંદગીકારોની નીતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. વૈભવ સૂર્યવંશીને આટલી નાની ઉંમરે સીનિયર રેડ-બોલ ટીમની ઉપ-કપ્તાની સોંપવા પર હર્ષા ભોગલેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની નારાજગી ઠાલવી છે. હર્ષા ભોગલેએ પોસ્ટ શેર કરતા લખ્યું કે, મને એ સમજાતું નથી કે વૈભવ સૂર્યવંશીને એક સીનિયર રેડ-બોલ ટીમનો વાઇસ-કેપ્ટન બનાવવા પાછળ પસંદગીકારોની શું વિચારસરણી છે? તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અત્યાર સુધી માત્ર 12 ઇનિંગ્સ રમી છે, જેમાં 17.25ની સામાન્ય એવરેજથી ફક્ત 207 રન બનાવ્યા છે. તેનું ટેલેન્ટ અસાધારણ છે તેમાં કોઈ શંકા નથી, પરંતુ રેડ-બોલ ક્રિકેટમાં હજુ તેની શીખવાની પ્રક્રિયા શરૂ થઈ છે અને તે અત્યારે એકદમ શરૂઆતના સ્ટેજ પર છે."

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News