VIDEO: એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર બોક્સર લવલીનાનું ભવ્ય સન્માન
સોર્સ : gstv
આસામના ગુવાહાટીમાં એશિયન ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીતનાર બોક્સર લવલીના બોરગોહેનનું આસામ સરકાર દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું. જાપાનના આઈચી-નાગોયામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં લવલીનાએ શાનદાર રમતનું પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો અને આસામનું નામ વિશ્વ મંચ પર રોશન કર્યું. સન્માન સમારોહ દરમિયાન લવલીનાને ‘સ્વર્ણ કન્યા’ અને ‘ખેલ રત્ન’ તરીકે બિરદાવવામાં આવી હતી. આસામ સરકારના પ્રતિનિધિઓ અને બોક્સિંગ એસોસિએશનના અધિકારીઓએ લવલીનાને શુભેચ્છા પાઠવી હતી. લવલીનાનો ઉદ્દેશ્ય આસામમાંથી વધુ સારા અને હજારો લવલીના જેવા ખેલાડીઓ તૈયાર થાય તેવો હોવાનું પણ જણાવાયું હતું.

