VIDEO: ગોલ્ડ મેડાલિસ્ટ કબડ્ડી ખેલાડી સોનાલીએ સીએમ ફડણવીસ સાથે કરી મુલાકાત
સોર્સ : gstv
મુંબઈમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી કબડ્ડી ખેલાડીઓ સોનાલી શિંગાટે અને આલમ ઇમન્દારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. ખેલાડીઓએ મુખ્યમંત્રી સાથે એશિયન ગેમ્સની પોતાની સફર અને ગોલ્ડ મેડલ જીતવાના અનુભવ વિશે વાત કરી હતી. સોનાલી શિંગાટે જણાવ્યું કે 2018ની એશિયન ગેમ્સમાં તેમણે સિલ્વર મેડલ જીત્યો હતો અને ત્યારથી ગોલ્ડ મેડલનું સપનું જોયું હતું. 2023માં ટીમમાં પસંદગી થયા બાદ ઈજાના કારણે તેઓ અંતિમ તબક્કે સ્ક્વોડમાંથી બહાર થઈ ગયા હતા. જોકે, 2026માં ફરી ટીમમાં સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ જીતતા તેમનું વર્ષો જૂનું સપનું સાકાર થયું છે.

