Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Former tennis player Leander Paes joins BJP

VIDEO : પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસે BJPનો ખેસ પહેર્યો, ચૂંટણી પહેલા CM મમતાને મોટો ઝટકો

Timeછેલ્લું અપડેટ : 31 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને મુખ્યમંત્રી મમતા બેનરજીને મોટો ઝટકો લાગ્યો છે. રિપોર્ટ મુજબ પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ ભાજપમાં જોડાયા છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ અને સુકાંત મજૂમદારની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. બંગાળ ચૂંટણી પહેલા લિએન્ડર પેસનું ભાજપમાં જોડાવું ફાયદાકારક માનવામાં આવી રહ્યું છે. અગાઉ જ્યારે ભાજપ અધ્યક્ષ નિતિન નવીન બંગાળની મુલાકાતે ગયા હતા, ત્યારે પેસે તેમની સાથે મુલાકાત કરી હતી.

App Store

લિએન્ડર પેસે હાથ જોડીને આભાર માન્યો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Election-2026)ને ધ્યાને રાખીને લિએન્ડર પેસનો ભાજપમાં જવાનો નિર્ણય ઘણો મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. દિલ્હી ભાજપ હેડક્વાર્ટરમાં મંત્રી કિરણ રિજિજૂએ પૂર્વ ટેનિસ ખેલાડીને ભાજપનું સભ્યપદ આપીને પક્ષમાં સામેલ કર્યા છે. ભાજપે બુકે આપીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે. બીજીતરફ લિએન્ડર પેસે પણ હાથ જોડીને આભાર કરતા જોવા મળ્યા છે અને તેમના ચહેરા પર પણ ખુશી જોવા મળી છે.

લિએન્ડર પેસે ભાજપમાં જોડાયા બાદ શું કહ્યું?

ભાજપમાં જોડાયા બાદ પૂર્વ ટેનિસ ખેલાડીએ કહ્યું કે, ‘આજે મારા જીવનનો સૌથી મોટો દિવસ છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપા અધ્યક્ષ નિતિન નવીનનો આભાર માનું છું. ભાજપે મને દેશના લોકો અને યુવાઓની સેવા કરવાની તક આપી છે, તે માટે હું તેમનો આભારી છું. મને ભાજપનું જે સભ્યપદ મળ્યું છે, તે મારા માટે મોટી જવાબદારી છે.

પૂર્વ ટેનિસ ખેલાડીથી ભાજપને શું ફાયદો?

લિએન્ડર પેસ ભાજપમાં જોડાતા ભાજપને પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ફાયદો થઈ શકે છે. કારણ કે બંગાળમાં તેમના અનેક ચાહકો છે. લોકો તેમને પસંદ કરે છે. આવી સ્થિતિમાં તેઓ મોટી વોટ બેંકને ભાજપ તરફ ખેંચવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. જો ભાજપ તેમને ઉમેદવાર બનાવશે તો શહેરના મતદારો પર તેની અસર ચોક્કસ જોવા મળશે. યુવા મતદારો પણ ભાજપ તરફ આકર્ષિત થશે. યુવા મતદારોની ટકાવારી વધવાથી ભાજપને ફાયદો થઈ શકે છે.