Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Former mi player gives statement on rohit hardik controversy

મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ ખેલાડીનું રોહિત-હાર્દિક વિવાદ પર નિવેદન, કહ્યું- ‘સમય જ બતાવશે કે…’

Timeછેલ્લું અપડેટ : 21 Mar 2024
લાઇવ ટીવીGoogle News
મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ ખેલાડીનું રોહિત-હાર્દિક વિવાદ પર નિવેદન, કહ્યું- ‘સમય જ બતાવશે કે…’

ભારતીય ટીમ અને મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ સ્પિનર હરભજન સિંહે મુંબઈ ઈન્ડિયન્સમાં ચાલી રહેલા કેપ્ટનશીપના વિવાદને લઈને નિવેદન આપ્યું છે. આ સિઝનમાં રોહિત શર્મા 2013 પછી પ્રથમ વખત કોઈ અન્યની કેપ્ટનશિપ હેઠળ મુંબઈ માટે રમતા જોવા મળશે. ફ્રેન્ચાઇઝીએ રોહિતને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે.

App Store

IPL 2024ની હરાજી પહેલા હાર્દિકને મુંબઈ દ્વારા ગુજરાત ટાઇટન્સ સાથે ટ્રેડ કરવામાં આવ્યો હતો. ત્યારથી રોહિત અને તેની વચ્ચે સંભવિત અણબનાવની વાતો ચાલી રહી છે. હવે હરભજને રોહિત અને હાર્દિક વચ્ચેના સમીકરણ પર તેના મંતવ્યો શેર કર્યા છે. ભજ્જીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘સમય બતાવશે કે કોણ ખુશ છે અને કોણ નહીં, મુંબઈ ઈન્ડિયન્સ IPLમાં મજબૂત અને નીડર ટીમ રહી છે. મને ખાતરી છે કે તેઓ વિવાદોને પાછળ છોડીને ભવિષ્ય માટે સોલ્યુશન શોધશે.’

રોહિત IPLના ઈતિહાસમાં એમએસ ધોનીની સાથે સૌથી સફળ કેપ્ટન છે. તેણે MIને પાંચ ખિતાબ (2013, 2015, 2017, 2019 અને 2020) જીતાડ્યા છે.

તાજેતરમાં એક કાર્યક્રમમાં જ્યારે હાર્દિકને પૂછવામાં આવ્યું કે, શું તેને રોહિત સાથે નેતૃત્વમાં ફેરફાર અંગે ચર્ચા કરવાની તક મળી? તો ભારતીય ઓલરાઉન્ડરે જવાબ આપતા કહ્યું કે, ‘હું પ્રવાસમાં છું અને તેથી મને રોહિત સાથે વાત કરવાનો વધુ સમય નથી મળ્યો. જ્યારે તે ટીમમાં જોડાશે ત્યારે હું ચોક્કસ તેની સાથે વાત કરીશ અને આગામી સિઝનમાં ચોક્કસપણે તેનો માર્ગદર્શક બનશે. આ ટીમે જે કંઈ હાંસલ કર્યું છે, તે તેના નેતૃત્વમાં પ્રાપ્ત થયું છે અને મારે તેને આગળ વધારવું છે.’

પ્રશંસકોના ગુસ્સા અંગે તેમણે કહ્યું, ‘હું ચાહકોના અભિપ્રાયનું સન્માન કરું છું, પરંતુ અમારું ધ્યાન રમત અને ટ્રોફી પર છે.’

IPLની આગામી સિઝનથી હાર્દિક પંડ્યા ક્રિકેટમાં વાપસી કરશે. આ ઓલરાઉન્ડર ગયા વર્ષે ઓક્ટોબરમાં ODI વર્લ્ડ કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારથી તે ક્રિકેટથી દૂર હતો. બુધવારે રોહિત અને હાર્દિકનો ગળે લાગવાનો વીડિયો સામે આવ્યો હતો. બંને એકબીજાની સામે આવ્યા અને એકબીજા સાથે વાત પણ કરી.