VIDEO: ફૂટબોલ સુપરસ્ટાર રોનાલ્ડો તેની પાર્ટનર રોડ્રિગેઝ સાથે લગ્ન કરે તેવી ચર્ચા તેજ
ફૂટબોલના સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેમની પાર્ટનર જોર્જીના રોડ્રિગેઝના લગ્નને લઈને ફરી એકવાર ચર્ચાઓ તેજ થઈ છે. પોર્ટુગલના મીડિયા રિપોર્ટ મુજબ, આ ચર્ચિત કપલ 8 ઓગસ્ટે લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. જોકે, રોનાલ્ડો કે જોર્જીના દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. રિપોર્ટ અનુસાર, બંનેના લગ્ન પોર્ટુગલના મદીરા દ્વીપ પર આવેલા 'ફનચલ કેથેડ્રલ'માં થવાની સંભાવના છે. આ જગ્યા રોનાલ્ડો માટે ખૂબ જ ખાસ છે, કારણ કે તેમનું બાળપણ આ જ દ્વીપ પર વિત્યું હતું અને તેમણે પોતાની પ્રોફેશનલ ફૂટબોલ સફરની શરૂઆત પણ અહીંથી જ કરી હતી. લગ્ન પછીના ભવ્ય સમારોહ માટે મદીરાની ફાઈવ સ્ટાર હોટેલ સવોય પેલેસ બુક કરવામાં આવી હોવાનું કહેવાય છે. મહેમાનો માટે હોટેલના કેટલાક ભાગ રિઝર્વ રાખવામાં આવશે. જોકે, હોટેલ બુકિંગ અને સમારોહ સાથે જોડાયેલી આ વિગતોની પણ હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

