Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Empty chairs in India-West Indies Test match in Ahmedabad

ભારત-વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટ મેચમાં ખુરશીઓ ખાલી, સ્ટેડિયમ ખાલી રહેતા BCCI પર લોકો અકળાયા

Timeછેલ્લું અપડેટ : 02 Oct 2025
લાઇવ ટીવીGoogle News
ભારત-વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટ મેચમાં ખુરશીઓ ખાલી, સ્ટેડિયમ ખાલી રહેતા BCCI પર લોકો અકળાયા
સોર્સ : GSTV

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. પ્રથમ મેચ દરમિયાન મેદાનમાં ખાલી પડેલી સીટો ચર્ચાનો વિષય બની હતી. દશેરા હોવાને કારણે અમદાવાદમાં કોઇ દર્શક મેચ જોવા આવ્યું નહતું.

App Store

1 લાખની ક્ષમતા ધરાવતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાલી

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે જ્યાં મેચ રમાઇ રહી છે તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખ કરતા પણ વધુ લોકો એકસાથે બેસીને મેચ જોઇ શકે છે. જોકે, ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે લગભગ આખુ સ્ટેડિયમ જ ખાલી લાગતું હતું. આ નજારો જોઇ ક્રિકેટ એક્સપર્ટ્સ પણ હેરાન થયા હતા.

ટેસ્ટ મેચના પ્રથમ દિવસે સ્ટેડિયમ ખાલી હોવાનું કારણ દશેરા હોઇ શકે છે. જ્યારે મેદાનમાં ઘણા ઓછા ફેન્સ જોવા મળતા સોશિયલ મીડિયા પર લોકો કોમેન્ટ કરવા લાગ્યા હતા.

ટેસ્ટ રેન્કિંગમાં ભારત ચોથા સ્થાન પર છે અને  2 વખત WTCની ફાઇનલ રમી ચુકી છે જ્યારે વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટમાં વિશ્વની આઠમા નંબરની ટીમ છે. લોકોએ સવાલ ઉઠાવ્યા કે  BCCIએ નબળી ટીમ સામે મેચ રમવા માટે આટલા મોટા સ્ટેડિયમની પસંદગી કેમ કરી?

એક ફેન્સે સોશિયલ મીડિયા પર આ મુદ્દાને ઉઠાવતા કહ્યું કે ટેસ્ટ મેચનું આયોજન એવા મેદાનમાં કરવું જોઇએ જ્યાં લોકો રેડ બોલ ક્રિકેટ જોવા માંગતા હોય. સાથે જ ફેન્સે એવો પણ સવાલ ઉઠાવ્યો કે ટેસ્ટ મેચ ટૂરિઝમ અને પ્રવાસનની સારી વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા કરવા જોઇએ.

વિરાટ કોહલી પણ ઉઠાવી ચુક્યો છે અવાજ

આ મામલે વિરાટ કોહલીમાં પણ અવાજ ઉઠાવ્યો હતો. વર્ષ 2019ની વાત છે, ત્યારે વિરાટ કોહલીએ કહ્યું હતું કે, 'ટેસ્ટ ક્રિકેટ માટે ભારતમાં 5 જગ્યા ફિક્સ કરી દેવી જોઈએ. જેથી ટીમને ખબર હોય કે મેચ ક્યાં-ક્યાં રમાવાની છે. જ્યારે ઓછા ક્રાઉન્ડની સમસ્યાનો પણ સામનો કરી શકાય છે.'BCCI ટેસ્ટ મેચની ઓળખ વધારવા માટે દેશમાં અલગ-અલગ જગ્યાએ ટેસ્ટ મેચનું આયોજન કરી રહી છે, પરંતુ 21મી સદીમાં આ નીતિથી ભારતમાં ટેસ્ટ ક્રિકેટને કાંઈ ખાસ પ્રોત્સાહન મળ્યું ન હતું.