Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Egypt complained to FIFA due to controversial refereeing decisions against Argentina

VIDEO: આર્જેન્ટિના સામે રેફરીના વિવાદિત નિર્ણયોને કારણે ઈજિપ્તે FIFAને ફરિયાદ કરી

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

FIFA વર્લ્ડ કપમાં આર્જેન્ટિના સામે રોમાંચક અને વિવાદાસ્પદ મેચમાં મળેલી હાર બાદ ઇજિપ્ત ફૂટબોલ ફેડરેશન ભારે રોષમાં છે. ઇજિપ્ત ફૂટબોલ ફેડરેશને સત્તાવાર જાહેરાત કરી છે કે તેમણે રાઉન્ડ ઓફ 16ની મેચમાં આર્જેન્ટિના સામે 3-2થી મળેલી હાર બાદ ઓફિશિયેટિંગ ટીમ વિરુદ્ધ FIFAમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી છે અને આ સમગ્ર રેફરી ટીમને તાત્કાલિક અસરથી વર્લ્ડ કપમાંથી હટાવવાની માગ કરી છે. ફેડરેશન દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, ઇજિપ્ત ફૂટબોલ ફેડરેશનના અધ્યક્ષ હાની અબુરિદાએ FIFAમાં લેખિત ફરિયાદ નોંધાવી છે અને ફ્રાન્સના મુખ્ય રેફરી ફ્રાંસવા લેટેક્સિયેર સામે કડક તપાસની માંગ કરી છે. રેફરી ટીમ દ્વારા મેચ દરમિયાન ગંભીર ભૂલો કરવામાં આવી હતી અને બેવડા ધોરણો અપનાવવામાં આવ્યા હતા. આ પક્ષપાતી નિર્ણયોના કારણે જ ઇજિપ્તની ટીમ મેચ હારી ગઈ અને વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે.

App Store