ભારત-પાકિસ્તાન મેચને બૉયકોટ કરવાની માંગ, BCCI- સરકારથી ફેન્સ નારાજ; ચારે તરફ વિરોધ

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025માં મેચ આજે દુબઇ ઇન્ટરનેશનલ મેચમાં રમાશે. એક તરફ ક્રિકેટ રસીકો આ મેચને લઇને એક્સાઇટેડ છે બીજી તરફ પહેલગામ હુમલાથી દેશ પ્રેમી આ મુકાબલાનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર INDVsPAK મેચને બૉયકોટ કેમ્પેઇન ચલાવી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર આ કેમ્પેઇન હવે ભારતીય ડ્રેસિંગ રૂમ સુધી પહોંચી ગયો છે અને ખેલાડીઓ ગભરાયેલા છે.
ભારત-પાકિસ્તાન મેચને Boycott કરવાની માંગ
સોશિયલ મીડિયા X પર ફેન્સ #BoycottINDVsPAK અને #ShameOnBCCI જેવા હેશટેગ ટ્રેડ કરાવી રહ્યા છે. ગુસ્સે થયેલા યૂઝર્સ BCCI અને સરકાર બન્નેને આડે હાથ લઇ રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ છતા ક્રિકેટના સંબંધો કેમ ચાલુ રાખવામાં આવી રહ્યા છે.
ભારત-પાકિસ્તાન મેચને બૉયકોટ કરવાનું કારણ છે પહેલગામમાં થયેલો આતંકી હુમલો જેમાં 26 માસૂમોના જીવ ગયા હતા.
જો ભારતીય ટીમ મેચ ના રમે તો?
જો ભારતીય ટીમ પાકિસ્તાન વિરૂદ્ધ મેચ ના રમે તો તેને ફોરફિટ માનવામાં આવશે. આ સ્થિતિમાં મેચના બન્ને અંક પાકિસ્તાનને મળશે. ટીમ ઇન્ડિયાને કોઇ પોઇન્ટ નહીં મળે. સુપર-4માં પણ આવું જ થશે, જો ભારતીય ટીમ પાકિસ્તાન વિરૂદ્ધ મેચ રમવાનો ઇનકાર કરે છે. બન્ને ટીમ જો ફાઇનલમાં પહોંચે છે અને ભારત ના રમે તો પાકિસ્તાનની ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે.
ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ કોચ ગંભીર સાથે વાત કરી
રિપોર્ટ અનુસાર, ખેલાડીઓએ ખુદને શાંત કરવા અને સ્થિતિને સારી કરવા માટે કોચ ગૌતમ ગંભીર અને સહયોગી સ્ટાફના અન્ય સભ્યો સાથે વાત કરી છે. જોકે, ટીમના કેટલાક ખેલાડી પહેલા પણ પાકિસ્તાન વિરૂદ્ધ રમી ચુક્યા છે પરંતુ ક્રિકેટ સ્ટેડિયમની બહાર થયેલી વાતચીતે તેમના માટે પણ અસામાન્ય સ્થિતિ ઉભી કરી છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ અને ટીમના અન્ય ખેલાડી રવિવારે પાકિસ્તાન સામેના હાઇ પ્રોફાઇલ મેચ પહેલા જે કંઇ કહેવામાં આવી રહ્યું છે તેનાથી સ્તબ્ધ છે.

