Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : CSK tops the points table after the win

IPL 2024 / જીત પછી પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી CSKની ટીમ, RCBની હાલત ખરાબ

Timeછેલ્લું અપડેટ : 23 Mar 2024
લાઇવ ટીવીGoogle News
IPL 2024 / જીત પછી પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી CSKની ટીમ, RCBની હાલત ખરાબ

IPL 2024ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે શાનદાર જીત નોંધાવી હતી. તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે CSK IPL 2024ના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. જ્યારે RCB બીજા નંબર પર છે. CSK માટે રચિન રવિન્દ્ર, શિવમ દુબે અને મુસ્તાફિઝુર રહેમાને શાનદાર પ્રદર્શન કર્યું હતું.

App Store

IPL 2024ની પ્રથમ મેચ CSK અને RCB વચ્ચે રમાઈ હતી. આ જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. ચેન્નાઈના 2 પોઈન્ટ છે. હવે આ સિઝનના બીજા દિવસે બે મેચ રમાશે. પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. બીજી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે.

CSK

IPL 2024ની પ્રથમ મેચમાં RCBએ પ્રથમ બેટિંગ કરીને 173 રન બનાવ્યા હતા. આ દરમિયાન અનુજ રાવતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 25 બોલમાં 48 રન બનાવ્યા હતા. અનુજની આ ઇનિંગમાં 4 ફોર અને 3 સિક્સ સામેલ હતી. કાર્તિકે 26 બોલમાં અણનમ 38 રન બનાવ્યા હતા. કાર્તિકની આ ઇનિંગમાં 3 ફોર અને 2 સિક્સ સામેલ હતી. RCB દ્વારા આપવામાં આવેલા લક્ષ્યનો પીછો કરતા CSKએ 18.4 ઓવરમાં મેચ જીતી લીધી હતી.

આ સિઝનની ઓરેન્જ કેપ લિસ્ટ પર નજર કરીએ તો અનુજ રાવત ટોપ પર છે. બીજા નંબર પર દિનેશ કાર્તિક છે. જ્યારે CSKના મુસ્તાફિઝુર રહેમાન પર્પલ કેપની યાદીમાં ટોચ પર છે. તેણે 4 વિકેટ લીધી છે. મુસ્તફિઝુરે આરસીબી સામે 4 ઓવરમાં 29 રન આપીને 4 વિકેટ લીધી હતી. પર્પલ કેપની યાદીમાં કેમેરોન ગ્રીન બીજા સ્થાને છે. તેણે 2 વિકેટ લીધી હતી.