Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Border gavaskar trophy india vs australia 5 match test series

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 32 વર્ષ બાદ કરાયો ફેરફાર

Timeછેલ્લું અપડેટ : 25 Mar 2024
લાઇવ ટીવીGoogle News
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 32 વર્ષ બાદ કરાયો ફેરફાર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે.  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ચારને બદલે પાંચ ટેસ્ટ મેચ રમાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સોમવારે આ અંગેની જાહેરાત કરી છે. પર્થ આ વર્ષે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચની યજમાની કરશે. નોંધનીય છે કે, પ્રથમ વખત આ ટ્રોફી 1991-92માં બંને દેશો વચ્ચે શરૂ થઈ હતી. ત્યારથી 4-4 મેચોની શ્રેણી તરીકે રમવામાં આવતી હતી. 

App Store

ભારત અને ઓસ્ટ્રેલિયા 2024-25 ટેસ્ટ શ્રેણીનું સંપૂર્ણ શેડ્યૂલ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. 1991-92 પછી પ્રથમ વાર પાંચ ટેસ્ટની શ્રેણીમાં ટકરાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટ્વિટર પર લખ્યું કે, આ એક મોટી શ્રેણી હશે. સંપૂર્ણ સિઝનનું શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પ્રથમ ટેસ્ટ મેચ પિંક બોલથી રમાઈ શકે છે. 

ભારતીય ટીમ છેલ્લે 2020-2021 દરમિયાન ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી. તે સમયે બંને ટીમો વચ્ચે 4 ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ હતી. જેમાં યજમાન ટીમે પ્રથમ મેચમાં 8 વિકેટે જીત મેળવી હતી. બીજી મેચમાં ભારતીય ટીમનો 8 વિકેટે વિજય થયો હતો, પરંતુ ત્રીજી મેચ ડ્રો રહી હતી. ચોથી મેચમાં ઋષભ પંતની ઐતિહાસિક ઇનિંગના કારણે ભારતે આ મેચ 3 વિકેટે જીતી લીધી હતી. પરિણામે ભારતે ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં હરાવ્યું હતું.