VIDEO: BCCI લાવી રહ્યું છે નવો નિયમ, ખેલાડીઓની વધશે મુશ્કેલીઓ
સોર્સ : gstv
BCCI ખેલાડીઓના વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના નિયમોમાં મોટો ફેરફાર કરવાની વિચારણા કરી રહ્યું છે. અત્યાર સુધી પ્રદર્શન અને સિનિયરિટીને મહત્વ મળતું હતું, પરંતુ હવે ખેલાડીની મેચ માટેની ઉપલબ્ધતા પણ મહત્વની શરત બની શકે છે. છેલ્લા કેટલાક મહિનામાં અનેક ખેલાડીઓ ઈજાના કારણે મહત્વની મેચોમાંથી બહાર રહ્યા હોવાથી BCCI આ મુદ્દે વિચારણા કરી રહ્યું છે. નવા ફોર્મ્યુલા હેઠળ સમગ્ર સિઝનમાં ખેલાડીની ફિટનેસ અને ઉપલબ્ધતા પર નજર રાખવામાં આવી શકે છે. કોન્ટ્રાક્ટ માટે ઓછામાં ઓછા કેટલા મેચમાં રમવા માટે ઉપલબ્ધ રહેવું જરૂરી હશે, તેની મર્યાદા પણ નક્કી થઈ શકે છે. જોકે, આ પ્રસ્તાવ હજુ પ્રાથમિક ચર્ચાના તબક્કામાં છે અને અંતિમ નિર્ણય લેવાયો નથી.

