Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : You will get permanent relief from financial hardship.

Religio: આર્થિક તંગીમાંથી મળશે કાયમી છુટકારો, આવતા 14 દિવસ આ રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Religio: આર્થિક તંગીમાંથી મળશે કાયમી છુટકારો, આવતા 14 દિવસ આ રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ
સોર્સ : gstv

બુધ ગ્રહ એક રાશિમાંથી બહાર નીકળી બીજી રાશિમાં ગોચર કરવાના છે. 30 એપ્રિલે બુધ મીન રાશિમાંથી નીકળી મેષ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારપછી બુધ 14 મે સુધી આ જ રાશિમાં રહેશે.

App Store

બુધ વધુ પાવરફુલ બનશે

મેષ રાશિમાં પહોંચતા જ બુધની સ્થિતિ વધુ મજબૂત થશે અને બુધ વધુ પાવરફુલ બનશે. જ્યોતિષશાસ્ત્રમાં બુધને બુદ્ધિ, વાણી, વેપાર અને સંચારના કારક માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે, મેષ રાશિમાં સૂર્ય પહેલાથી જ બિરાજમાન છે અને બુધના અહીં આવતાની સાથે જ 'બુધાદિત્ય રાજયોગ' બનશે. બુધના ગોચરની કુંભ રાશિના જાતકો પર નોકરી-વેપાર, આર્થિક સ્થિતી સહિત અનેક બાબતો પર અસર પડવાની છે.

આત્મવિશ્વાસ વધુ વધશે, વેપારમાં પણ લાભની તકો

જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર, કુંભ રાશિના ત્રીજા ભાવમાં બુધ ગોચર કરી રહ્યો છે. આવામાં કુંભ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધુ વધશે. જો તમે કંઈક નવું શીખવા માંગતા હોવ અથવા નવી ટ્રેનિંગ લેવા માંગતા હોવ તો તેના માટે અનુકૂળ સમય છે. જે લોકો પોતાની આવડત અપડેટ કરી રહ્યા છે અને જ્ઞાન વધારવા પર ભાર આપી રહ્યા છે, તેમને ચોક્કસપણે આ સમયગાળામાં લાભ મળશે. વેપારમાં લાભની તકો પણ તમને મળશે.

આર્થિક સ્થિતિ સુધરશે

બુધના મેષ રાશિમાં આવ્યા બાદ કુંભ રાશિના લોકોની આર્થિક સ્થિતિ સુધરશે. મિત્રો તરફથી આર્થિક મદદ મળશે. તમારો ભાર બચત કરવા પર રહેશે. આવકને ખર્ચ કરવાને બદલે બચાવવા પર ફોકસ રહેશે. બિનજરૂરી ખર્ચ ઘટાડવા પર ધ્યાન આપશો. આ દરમિયાન તમારી આવકના સ્ત્રોત પણ એકથી વધુ હોઈ શકે છે. જે લોકો લાંબા સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા, તેમને આ સમયગાળા દરમિયાન રાહત મળી શકે છે.

પરિણીત લોકોનું વિવાહિત જીવન સારું ચાલશે

ઘર-પરિવારમાં તમારા સંબંધો સારા રહેશે. પરિવારની ખુશીઓ માટે તમે ખૂબ પ્રયત્નો કરશો. માતા-પિતાના આશીર્વાદ લઈને કોઈ મોટું કાર્ય કરી શકાય છે. પરિણીત લોકોનું વિવાહિત જીવન સારું ચાલશે. જ્યારે સિંગલ લોકોની આ દરમિયાન કોઈ ખાસ વ્યક્તિમાં રસ વધી શકે છે. તમે કોઈ વ્યક્તિની ખૂબ નજીક આવી શકો છો.

શું ઉપાય કરવો?

કુંભ રાશિના લોકો દરરોજ શિવ પરિવારનો જળથી અભિષેક કરે તો તે શુભ રહેશે. સાંજના સમયે લીલી વસ્તુઓનું દાન કરો. તમે લીલા ફળ અથવા મગની દાળનું દાન પણ કરી શકો છો. બુધનું આ ગોચર તમારા માટે ખૂબ જ શુભ રહે. આ ઉપાયો કરવાથી તમારા જીવનની પરેશાનીઓ દૂર થશે, સુખ-સમૃદ્ધિ વધશે અને તમે તમારા સપના સાકાર કરવામાં સફળ થશો.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

 

 

ટોપિક્સ:religioneconomic hardshipgstv